Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રૂ.સાડાત્રણ લાખના ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો આદેશ

રાજકોટ તા. ર૬ : રૂ.૩,પ૦,૦૦૦ ના ચેક રીર્ટન કેસમાં રાજકોટ રહેતા આરોપીને ૧ વર્ષની જેલ સજા ફરમાવી હતી.

ફરીયાદની ટુંક વીગત એવી છે કે આ કામના ફરીયાદી મનોજભાઇ રામજીભાઇ રાદડીયા રહે. રાજકોટવાળા તથા આરોપી વીનોદભા દાસમલભાઇ વઘીયા રહે. રાજકોટવાળા વચ્ચે ઘણા સમયથી પાડોશી સંબંધો રહેલા હોય જેથી આરોપીને નાણાની જરૂરીયાત થતા ફરીયાદી પાસેથી કુલ રૂ.૩,પ૦,૦૦૦ આરોપીએ લીધેલા તેમજ આરોપીએ પ્રોમીસરી નોટ ફરીયાદીની ફેવરમાં લખી આપેલ હતા.

સદર તમામ રકમ ફરીયાદીએ આરોપીને રોકડેથી આપેલ હતી. ત્યારબાદ અમુક સમય જતા ફરીયાદીએ સદર રકમની માંગણી આરોપી પાસે કરેલ અને સદર રકમ પરત ચુકવી આપવા આરોપીએ રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. નો એક રૂ. ૩,પ૦,૦૦૦ નો આપેલ, જે ચેક રીર્ટન થતા ફરીયાદીએ તેમના વકીલ અલ્પેશ પોકીયા મારફત લીગલ નોટીસ મોકલેલ, જે નોટીસની જાણ આરોપીને થતા તેઓએ સદર રકમ ચુકવી આપવાની કોઇ દરકાર લીધેલ ન હોય જેથી જે ચેર રિર્ટન થતા, કોર્ટ સમક્ષ ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદીના એડવોકેટ અલ્પેશ પટેલની દલીલો માન્ય રાખી આરોપી વીનોદભાઇ દાસમલભાઇ વઘીયાને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો.ઈન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કમલ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બે માસમાં ચેક મુજબની રકમનું વળતર ચુકવવુ જો ન ુકવે તો વધુ ૧ વર્ષની સજા કરેલ કરવાનો એડી.ચીફ જયુ. વસવેલીયાની કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી મનોજભાઇ રામજીભાઇ રાદડીયા તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના રાજયગુરૂ, અમીત ગડારા, કેતન જે.સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વીગેરે રોકાયેલ હતા.

(3:23 pm IST)