Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સસ્પેન્સ કોમેડીથી ભરપૂર ફિલ્મ 'ફરી એકવાર'

સૌરાષ્ટ્રની શુદ્ધ કાઠીયાવાડી ભાષાનો ભરપૂર ઉપયોગ : રાજકોટની આસપાસ ફિલ્મનું શૂટીંગ : શુક્રવારે ગુજરાતમાં અને બંગાળ (બંગાળી ભાષા)માં રીલીઝ થશે

રાજકોટ, તા. ૨૬ : વધુ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. સસ્પેન્સ, કોમેડી અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મનું નામ છે 'ફરી એક વાર'. કાઠીયાવાડી ભાષામાં બનેલી આ ફિલ્મ ગુજરાતમાં અને બંગાળમાં રીલીઝ થવાની છે. રાજકોટ શહેરની આસપાસ આ ફિલ્મનું શૂટીંગ થયુ છે.

એલીમેન્ટ સ્કાય મોસમ પિકચર્સ દ્વારા રીલીઝ થઈ રહેલ ફિલ્મ 'ફરી એક વાર'ના નિર્માતા નીરવ રાણીંગા, રાજા પાલા, ભગવતી ફાસ્ટ ફૂડના નિરજ ચાવડા દ્વારા આગામી શુક્રવારે તા.૮ના રોજ રાજકોટના રાજશ્રી સિનેમા સહિત સમગ્ર ગુજરાતમાં રીલીઝ થશે. ભદ્રેશ ભાવનગરી, લેખ એન્ટરપ્રાઈઝ દ્વારા કરવામાં આવી રહી છે. ફિલ્મના ડાયરેકટર પ્રોડ્યુસર એકટર નીરવ રાણીંગા છે. કલાકારોમાં પ્રભાત મજમુદાર, રાજા પાલા, રીયા સામાણી, હીતેષ વ્યાસ, વિર ભાનુ આહીર, અતીક શેખ, રોહન કારીયા, આરતી ગોહીલ, રમેશ કડવાતર વગેરે છે.

જયારે સંગીતકાર - ચિરાગ નિમાવત, ગાયકો જીજ્ઞેશ સોની, સિદ્ધાર્થ પોપટ, રીયા સામાણી, કેમેરા પારસ શાહ (કાનો) અને એડીટર - પ્રફુલ્લ ગોસાઈ છે.

આ ફિલ્મ સસ્પેન્સ કોમેડીથી ભરપૂર છે. હસી હસીને પેટમાં દુખવા લાગે તેવી ભરપૂર કોમેડી સાથે રોમાન્સ, ગીત સંગીતથી ભરપૂર, સુમધુર ગીતો પણ છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની શુદ્ધ કાઠીયાવાડી ભાષાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. યુ-ટર્ન પર આ ફિલ્મના ટ્રેઈલરને સારો પ્રતિસાદ મળેલ હોવાનું કલાકારોએ જણાવ્યુ હતું.

આ ફિલ્મની વિશેષ વાત એ છે કે આ ફિલ્મને અલગ નામ સાથે ગુજરાત સાથે પશ્ચિમ બંગાળના ૧૨૦૦ થિયેટરોમાં રીલીઝ કરવામાં આવી રહી છે. જેમાં બંગાળી ભાષામાં રીલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં ડુપ્લીકેટ કલાકારો, જુનિયર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, નાના પાટેકર, રાજકુમાર, વિક્રમ રાઠોરને પણ લેવામાં આવ્યા છે. તસ્વીરમાં કલાકારો સાથે નિર્માતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)