Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

શિક્ષણ કે SCIK-ક્ષણ?

શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વાલીઓ માટે શુક્રવારે પરિસંવાદ

સાંઈરામ દવે અને પ્રાધ્યાપક ભરતભાઈ મેશિયાનું વકતવ્ય

રાજકોટ,તા.૨૬: શિક્ષણ દીન પ્રતિદિન વાલીઓ માટે એક સળગતો પ્રશ્ન બની રહ્યો છે. તેમજ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં વાલીનું શું ભુમિકા હોવી જોઈએ તે પણ ઘણીવાર અગત્યનો પ્રશ્ન બની જાય છે. એવામાં વાલીઓને મુંઝવતા આવા અનેક પ્રશ્નો તેમજ પેરેન્ટીંગની સાચી દિશા શું છે તે વિષય પર તા.૨૮ના શુક્રવારના હેમુગઢવી હોલમાં મોટીવેશન સ્પીકર શ્રી સાંઈરામ દવે અને બાળકેળવણી કાર તેમજ ડીઆઈઈટી જૂનાગઢના પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ મેશિયાનું વકતવ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર વાલીઓ માટે અને મર્યાદીત સંખ્યા હોય રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ શકય બનશે. રજીસ્ટ્રેશન માટે મો.૯૩૨૭૫ ૬૬૭૫૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:20 pm IST)