Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સીતારામ સોસાયટીમાં દારૂની ૧૮૦ બોટલ સાથે બે પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ ભાવેશ ઉર્ફે કચ્છો અને મહેશ ઉર્ફે લાલાની ધરપકડઃ રવીરાજસિંહની શોધ

રાજકોટ તા. ર૬: શહેરના કોઠારિયા રોડ પર સીતારામ સોસાયટીમાં ભગવતી ફલોર મીલ પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને દારૂની ૧૮૦ બોટલ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ, રણજીતસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ, રવિરાજભાઇ, વિશાલભાઇ, મેહુલભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, હિતેષભાઇ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા અને કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે સીતારામ સોસાયટી શેરી નં. ૭ માં ભગવતી ફલોર મીલ પાસેથી ભાવેશ ઉર્ફે કચ્છો ધીરૂભાઇ જાદવ (ઉ.વ.ર૧) (રહે. આશાપુરા સોસાયટી શેરી નં. ૧૦) અને મહેશ ઉર્ફે લાલો રામસીંગભાઇ ખાખરીયા (ઉ.વ. ર૮) (રહે. હુડકો કવાટર નં. બી/ર૪૯) ને રૂ. ૯૦,૦૦૦ની કિંમતની દારૂની ૧૮૦ બોટલ સાથે પકડી લીધા હતા. પૂછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો રવિરાજસિંહ ઉર્ફે બાપુડી મહિપતસિંહ જાડેજા પાસેથી લઇ આવ્યા હોવાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

અવધ પાર્કમાં દારૂની ર૩ બોટલ સાથે રૂતીક પકડાયો

થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ. એલ. બારસીયા તથા કિશોરભાઇ પરમાર સહિતે બાતમીના આધારે નવા થોરાળા અવધ પાર્ક શેરી નં. ૩ માંથી દારૂની ૧પ બોટલ સાથે રૂતીક મનોજભાઇ મકવાણા (ઉ.વ. ૧૯) (રહે. અવધ પાર્ક-૩) ને પકડી લીધો હતો.

(3:19 pm IST)