Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માર્કેટયાર્ડ ઝડપથી ચાલુ કરાવોઃ મગફળી ખરીદીના બાકી નાણા તાકિદે ચુકવો : તાકિદે ચેકડેમના કામો કરો : આવેદન

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમ દ્વારા કલેકટરને વિસ્તૃત રજુઆત

રાજકોટ, તા. ર૬ :  ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જીલ્લા ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે રાજકોટ માર્કેટીંગ યાર્ડ મચ્છરના ત્રાસને હિસાબે ૮ દિવસથી બંધ છે. તેને ઝડપીથી ચાલુ કરાવવું, મગફળીના ટેકાની ખરીદીના રૂપિયા જે ખેડૂતોના બાકી છે તેનું વહેલી તકે ચુકવણું કરવું, ચણાના ટેકાના ખરીદીમાં ઓનલાઇન રજીસ્ટરમાં નોંધણી કરવવાના પ્રશ્નો છે. ખેડૂતને ધક્કા ખવરાવે છે. પેલા ટોકન આપે. બીજી વખત રજીસ્ટર કરાવવા ફરીફરી ને ૭/૧ર માટે ખેડૂતને લાઇન રાખે છે. ગામ દીઠ અથવા તાલુકા દીઠ ઓન લાઇન ચાલુ કરવું.

છેલ્લા દસ વરસથી આ સરકાર તરફથી ચેકડેમના કામ નહીં બરાબર થયેલ છે. તો આ કામને ઝડપથી ઉપાડી તૂટેલા ચેકડેમો રિપેર કરવા અને બાકીના બધા ચેકડેમો ઉંડા બનાવવા તેમજ જેટલા ચેકડેમ નવા થાય તેને નવા કરવા ઘણા બધા ચેકડેમોની ઉંચાઇ વધારવી પડે એમ છે. તે ચેક ડેમની ઉંચાઇ પણ વધારવામાં આવે. ગયા વર્ષ માં ર૯૬૭ ચેકડેમ ના સર્વે કરીને આપેલ, તેની અમે વારંવાર રજુઆત કરવા છતાં ચેક/ડેમના કામ નહિવત બરાબર કરેલ છે. કલેકટરશ્રી ગુપ્તાજી કીધેલ કે આવતા વર્ષે મોટુ કામ કરશું, પણ વાતો કરી હજી કામ ચાલુ નથી કર્યુ.

આ વિકાસ સીલ ગુજરાતની અંદર હજી પણ જગત ના તાત ને રાત્રે પાણી વાળવા જાવું પડે છે. તેના નિવારણ માટે દિવસે લાઇટ આપવી, ચોમાસુ પાકના નુકશાની જાહેર કેરલ સહાય હજી ઘણા ખેડૂતોને મળેલ નથલી તો તે તાત્કાલિક ચુકવવી, આ વર્ષે ઘઉંનું વાવેતર વધારે હોવાથી જો ઘઉં ના ટેકાના ભાવની ખરીદી ચાલુ નહિ થાય તો ખેડૂતોનો માલ મફતના ભાવે જશે.

દર વર્ષે સરકારી કર્મચારીઓનું ૧૦ ટકાની આજુબાજુ મોંઘવારી ભથ્થુ વધે છે તો ખેડૂત શું આ દેશના વતની નથી ? તો એને મોંઘવારી લાગુ ન પડે ? તો સરકાર ૧૦ ટકા મોંઘવારી પ્રમાણે દર વર્ષે ટેકાના ભાવની ખરીદીમાં ભાવ વધારો કેમ નથી કરતી તેવી માંગણીઓ કરાઇ હતી.

આવેદન આપવામાં પ્રમુખ દિલીપભાઇ સખીયા, પ્રભુદાસ મણવર, રમેશભાઇ ચોવટિયા, મુકેશ રાજપરા, રમેશભાઇ જેતાની, ભૂપતભાઇ પટેલ, ધર્મેશભાઇ સોરઠીયા, રમેશભાઇ હાપલીયા, જમનભાઇ પાગડાર, કિશોરભાઇ લક્કડ, વિનુભાઇ દેસાઇ, કાળુભાઇ ચાવડા, મગનભાઇ ઝાપડિયા, માધુભાઇ પાંભર વિગેરે જોડાયા હતાં.

(3:17 pm IST)