Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાધેક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન

માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કે વિકલાંગ દીકરીઓ માટે વિનામૂલ્યે આયોજન : કરીયાવરમાં ૧૭૦થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ, તા. ૨૬ : માતા-પિતા વગરની કે વિકલાંગ દીકરીઓ માટે વિનામૂલ્યે સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન આગામી મે મહિનામાં કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દીકરીઓને કરીયાવરમાં ૧૭૦ જેટલી વસ્તુઓ આપવામાં આવશે.

શ્રી રાધેક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજીત બીજા સમૂહલગ્ન મહોત્સવમાં મા - બાપની છત્રછાયા ગુમાવનાર તેમજ વિકલાંગ દીકરીઓના લગ્નનું આયોજન કરેલ છે. ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવાની અંતિમ તા.૧૦ માર્ચ છે. લગ્ન માટે જરૂરી ડોકયુમેન્ટ્સ પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, લીવીંગ સર્ટી. બંને પક્ષકારોના ડોકયુમેન્ટ આપવાના રહેશે.

ફોર્મ મેળવવા માટે મુરલીધર ચેમ્બર્સ, રાજકોટ ફાર્માસીની ઉપર, ગુરૂદેવ આશ્રમ સામે, કુવાડવા રોડ, રાજકોટ અથવા રોહીતભાઈ ડાભી મો.૯૦૮૧૨ ૫૦૩૭૦/ દાનાભાઈ મો. ૯૮૨૫૬ ૧૩૬૬૬, વિનુભાઈ મો. ૯૮૨૫૪ ૨૦૨૦૨નો સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા લગ્ન સમિતિના સર્વશ્રી ગેલાભાઈ હિન્દુભાઈ ડાભી, ભુરાભાઈ હિન્દુભાઈ ડાભી, રણજીતભાઈ બાબુભાઈ ટોયટા, રોહિતભાઈ ડાભી, કીરીટભાઈ લીંબળ, ભરતભાઈ બુદ્ધદેવ, નારણભાઈ ખખ્ખર, રવિબાપુ ગોંડલીયા, રાજુભાઈ ચાવડા, ચંદુભાઈ ડાંગર, વિનુભાઈ પોપટ, વિજયભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:19 pm IST)