Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મિશ્ર વાતાવરણની અસરઃ છેલ્લા ૭ દિ'માં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૪૦૦થી વધુ દર્દી

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવા તંત્ર ઉંધા માથેઃ ૧૦ હજાર સ્થળોનો સર્વે : દોઢ હજાર ઘરોમાં ફોગીંગઃ ૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગનાં કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોએ સર્વે કરી  ફોગીંગ કરવામાં આવ્યુ હતુ તે વખતની તસ્વીર.

રાજકોટ તા.૨૬:  છેલ્લા સપ્તાહમાં શહેરમાં મીશ્ર વાતાવરણની અસર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબમ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૫૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૨૮૩, ઝાડા-ઉલ્ટીના ૧૭૮, ટાઇફોઇડ તાવના ૧,  તથા મરડાનાં ૪, અન્ય તાવના કેસ ૨૩ સહિત કુલ ૫૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

દોઢ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૧૦,૨૯૩ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.૧,૨૭૬  ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૬૬ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૩૨-રેકડી, ૪૬-દુકાન, ૨૮-હોટલ-રેસ્ટોરન્ટ, ૧૮-ડેરી ફાર્મ, ૬-બેકરી સહિત કુલ ૧૯૬ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૬૦કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના ૧૦નમુના લેવામાં આવ્યા હતા. ૧૮  ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:12 pm IST)