Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વધુ એક વખત વેરા શાખા મિલ્કત હરરાજીમાં ફલોપ

વોર્ડ નં. ૧૪માં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા મિલ્કત ખરીદવા કોઇએ રસ ન દાખવ્યો : ત્રણેય ઝોનમાં ૪૮ મિલ્કતોને જપ્તીની નોટીસ : ૪૦ લાખની આવક

રાજકોટ,તા.૨૬: મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો બાકી મિલ્કત વેરો વસુલવા મીલ્કત સીલ, જપ્તીની નોટીસ, હરરાજી તથા નળ કનેકશન કપાત સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વેય ત્રણેય ઝોનમાં આજે ૪૮- મિલ્કત જપ્તીની નોટીસ આપી રૂ.૪૦ લાખની વસુલાત કરવામાં આવી છે. વોર્ડ નં.૧૪માં એક મિલ્કતની હરરાજીમાં કોઇ ખરિદદાર ું ન આવતા તૅત્ર હરરાજી એક વખત નિષ્ફળ રહ્યું છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ વેરાશાખા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નો બાકી મિલ્કત વેરો વસુલાતની ઝુંબેશમાં વોર્ડ નં.૧માં  રામાપીર ચોકડી પાસે આવેલ ૪-યુનિટના ના બાકી માંગણા સામે વસુલાત રૂ.૧,૬૦,૮૦૦, વોર્ડ નં.૨ માં જામનગર રોડ પર આવેલ ૪-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ અને વસુલાત રૂ.૮૦ હજાર.  વોર્ડ નં.૩ માંગાયકવાડી પ્લોટ અને જંકશન વિસ્તારમાં ૫- યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં.૪ માંજુના મોરબી રોડ પર આવેલ ૫-યુનિટને નોટીસ આપેલ તથા વસુલાત રૂ. ૧લાખ. વોર્ડ નં.૫ માં 'ગંગા લક્ષ્મી સિલવર' ના યુનિટને નોટીસ આપતા વસુલાત. વોર્ડ નં.૭ માં શાસ્ત્રીમેદાન સામે આવેલ 'ધ ઇમ્પીરીયા' બિલ્ડીંગ માં આવેલ 'ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ' ના બાકી માંગણા સામે વસુલાત રૂ. ૬,૧૯,૦૭૮, ભુપેન્દ્ર રોડ પર આવેલ ૧૬-યુનિટના બાકી માંગણા સામે વસુલાત રૂ.૬ લાખ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપતા વસુલાત રૂ.૧લાખ  વોર્ડ નં.૯ માં પાટીદાર ચોક વિસ્તારમા૬ બાકી માંગણા સામે વસુલાત રૂ.૧.૬૦ લાખ વોર્ડ નં.૧૦ માં કાલવાડ રોડ પર આવેલ 'કિંગ'સ કોમ્પ્લેક્ષ' ૧-યુનિટના બાકી માંગણા સામે વસુલાત રૂ.૮૨,૩૦૦, કાલવાડ રોડ પર આવેલ 'સિલ્વર કોઇન' માં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે વસુલાત રૂ.૪૨ હજાર,  કાલવાડ રોડ પર આવેલ આંબેડકર નગરમાં ૧-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.

જ્યારે  વોર્ડ નં.૧૧ માંબાલાજી હોલ પાસે આવેલ ૬-યુનિટને નોટીસ આપતા વસુલાત રૂ.૧.૬૦ લાખ,   ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપતા વસુલાત રૂ.૧.૪૦ લાખ    વોર્ડ નં.૧૨ માંજય ઇન્ડ. પાર્કમાં ૨-યુનિટના બાકી માંગણા સામે વસુલાત રૂ.૧લાખ. વોર્ડ નં.૧૩માંમારોતિ ઇન્ડ. એરીયામાં ૨-યુનિટના બાકી માંગણા સામે વસુલાત રૂ.૪,૧૩,૬૨૭. વોર્ડ નં.૧૭માંઅટીકા ઇન્ડ. એરીયામાં ૪-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા વસુલાત રૂ.૯૦ હજાર. વોર્ડ નં.૧૮ માંજુના જકાતનાકા પાસે આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા વસુલાત રૂ.૯૦ હજાર , કોઠારીયા રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ તથા વસુલાત રૂ.૧ લાખ કરવામાં આવી હતી.

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૪૮-મિલ્કતોને જપ્તીની નોટીસ આપી હતી. કુલ રૂ.૩૯.૦૦ લાખની આવક થવા પામી છે.

હરરાજીમાં ખરીદદાર નહિ

વોર્ડ નં.૧૪ માં ભકિતનગર પાસે આવેલ 'મનસાતીર્થ એપાર્ટમેંટ' માં આવેલ  શોપ નં.૨૪ ની મિલ્કતનો બાકી વેરો વસુલવા આજે હરરાજી કરવા આવતા આ મિલ્કત ખરીદનાર આવ્યું ન હતું.

અત્રે નોંધનીય છે કે, ગત સપ્તાહે વોર્ડ નં.૭માં રજપૂતપરા વિસ્તારમાં બાકી વેરો વસૂલવા મિલ્કતની હરરાજી કરવામાં ન આવતા કોઇએ રસ ન દાખવતા તંત્રે ટોકન દરે મિલ્કત ખરીદી હતી.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર હરિશ કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને વસુલાતની કામગીરી ચાલુ છે.

(3:27 pm IST)