Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સંયુકત માહિતી નિયામક તરીકે રાજેન્દ્ર રાઠોડની નિમણૂંક

રાજકોટ, તા. ૨૬ : રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે લાંબા સમયના અંતરાલ પછી સંયુકત માહિતી નિયામક તરીકે રાજ્યના માહિતી વિભાગ દ્વારા શ્રી રાજેન્દ્ર રાઠોડ (મો. ૯૯૭૮૪૦૫૭૮૬)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પહેલા ગોધરા-પંચમહાલ ખાતે નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા હતા.

શ્રી રાઠોડ માહિતી ખાતામાં નવેમ્બર -૧૯૮૯ થી માહિતી મદદનીશ તરીકે જોડાયા હતા. તેમની પ્રથમ નિમણૂક સુરત જિલ્લાના સોનગઢ ખાતેના પ્રચાર એકમમાં થઇ હતી. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ક્ષેત્રિય પ્રચાર એકમમાં ફરજ બજાવી, સીનીયર-સબ એડિટરમાં પ્રમોશન મેળવી તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના રાધનપુર ખાતે કામગીરી બજાવી હતી. ત્યારબાદ દાહોદ જિલ્લામાં અને પછી સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળતા તેમણે મુંબઇ લાયઝન કચેરી ખાતે નિમવામાં આવ્યા હતા. મુંબઇ થી વડોદરા ખાતે ની પ્રાદેશિક કચેરીમાં ફરજ બજાવી ફરી બઢતા મળતા તેઓ વર્ગ-૧ના અધિકારી તરીકે પંચમહાલ જિલ્લામાં નાયબ માહિતી નિયામક તરીકે નિમાયા હતા. જ્યાં સાડા પાંચ વર્ષ કરતા વધુ સેવાઓ  આપી બઢતી મળતા હાલમાં રાજકોટ ખાતે સંયુકત માહિતી નિયામક  તરીકે નિમણુંક મેળવી ેછે.

આમ, શ્રી રાઠોડ દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં પોતાની ફરજ બજાવી છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર રિજિયનમાં તેમની સેવાઓની શરૂઆત કરી છે. તેઓએ રાજ્ય સરકારની પ્રજા કલ્યાણ અને વિકાસની વિવિધ યોજનાઓ પ્રચાર-પ્રસાર અને તેમણે આંતરરાષ્ટ્રીય/ રાષ્ટ્રીય/રાજ્યકક્ષાના વિવિધ મહાનુભાવોના મહત્વના કાર્યક્રમોનો કવરેજની પણ કામગીરી પણ કરી હતી. શ્રી રાઠોડે માહિતી ખાતાના એક સંનિષ્ઠ અધિકારી તરીકે સરકાર અને પ્રજા વચ્ચેની સેતુ રૂપ કામગીરી નિભાવી છે. માહિતી ખાતામાં તેમની કારકિર્દીનો મોટો સમયગાળો તેઓએ આદિજાતિ વિસ્તારમાં કાર્ય કરીને આદિજાતિની વિવિધ કલ્યાણ કારી યોજનાઓના લાભ સમુહ માધ્યમોની મદદ થકી છેડવાના માનવી સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.

(1:09 pm IST)