Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હાથીખાનામાં ૧૫ વર્ષના હૈદરઅલી અને તેના માતા રેશ્માબેન બેલીમ પર ધોકાથી હુમલો

દાદાને હોસ્પિટલે લઇ જવામાં હૈદરને સાથે આવવાની શાબીલે ના પાડી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૬: હાથીખાનામાં રહેતાં હૈદરઅલી કાસમભાઇ બેલીમ (ઉ.૧૫)ને તેના જ પિતાના ભાણેજ શાબીલ કરિમભાઇ સહિતનાએ ધોકા-ઢીકાપાટુનો માર મારતાં માતા રેશ્માબેન કાસમભાઇ બેલીમ (ઉ.૩૬) બચાવવા આવતાં તેની પણ ધોલધપાટ કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ આ અંગે એ-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. કાસમભાઇના કહેવા મુજબ મારા પિતા હબીબભાઇ બિમાર હોઇ તેને હું, હૈદરઅલી સહિતના દવાખાને લઇજતા હતાં. એ વખતે મારો ભાણેજ શાબીલ પણ સાથે આવ્યો હતો અને તેણે મારા દિકરા હૈદરઅલીને સાથે આવવાની ના પાડી ઝઘડો કરી હુમલો કર્યો હતો. અગાઉનું મકાન બારાનું મનદુઃખ ચાલતું હોઇ તેનાક ારણે આ ડખ્ખો તેણે કર્યો હતો. પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.

(1:08 pm IST)