Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટની ક્રિકેટ ટુર્નામેન્ટ કોંગી અગ્રણી ઉષાબહેને નિહાળી

સુત્રાપાડા : રાજકોટના રતનપર ખાતે સમસ્ત પ્રજાપતિ યુવા ગૃપ દ્વારા આયોજીત પી.પી.એલ કપ ૨૦૨૦ના બીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગી અગ્રણી ઉષાબેન કુકડીયા ઉપસ્થિત રહી નિહાળી. રમતવીર યુવાનોને પ્રોત્સાહીત કરેલ. આ તકે આયોજકો દ્વારા ઉષાબેન કુકડીયાનું પુષ્પગુચ્છથી સન્માન કરાયેલ. ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ભાગ લીધો છે. તસ્વીરમાં ટુર્નામેન્ટમાં ઉપસ્થિત અગ્રણી ઉષાબેન કુકડીયાનું સન્માન થતુ નજરે પડે છે.

(11:29 am IST)