Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી ચેતનભાઈ રામાણીની લાડલી પુત્રીઓના શુભલગ્ન સંપન્ન

ચિ. બંસી તેમજ ચિ. પ્રિયંકાના શુભ લગ્નોત્સવમાં આર્શીવાદ આપતા મહાનુભાવોનો મેળાવડો

રાજકોટ : જિલ્લા ભાજપના શ્રી ચેતનભાઈ રામાણીની બંને સુપુત્રીઓના શુભલગ્નોત્સવ રંગેચંગે ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા. શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, ડોકટરો, ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી અનેક સામાજીક મહાનુભાવોની હાજરીમાં સત્યમ પાર્ટી પ્લોટ, નાના મવા રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતા.

આ શુભ લગ્નોત્સવમાં સર્વેશ્રી સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વેશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, પૂર્વ મંત્રી અને ચાર ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા ગણદેવીના કરશનભાઈ પટેલ, હરીદ્વાર પતંજલીના હેતલદીદી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાલરીયા, પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, જીલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ નિલેશભાઈ વિરાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય તેમજ સર્વેશ્રી સુરતથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં ધર્મનંદન ગ્રુપના વડા લાલજીભાઈ પટેલ, તેમજ પદ્મશ્રી અને કિરણ હોસ્પિટલ સુરતના મથુરભાઈ સવાણી, માણેકભાઈ પટેલ, કરશનભાઈ ગોંડલીયા, સીઝન્સ હોટલના માલિક વેજાભાઈ, ગેલેકસી ગ્રુપના જીવનભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના શિવલાલભાઈ બારસીયા, વી. પી. વૈષ્ણવ તેમજ બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, દિપકભાઈ મદલાણી, કલાસીક કંપનીના સ્મિતભાઈ કનેરીયા, કૃણાલ સ્ટ્રકચરના અરવિંદભાઈ દોમડીયા, કડવાણી ફોર્જીંગના વિઠ્ઠલભાઈ ધડુક, બાલાજી વેફર્સના માલિક ભીખુભાઈ વિરાણી, જયશ્રી ગ્રુપ જેતપુરના શૈલેષભાઈ હીરપરા, સુરેશભાઈ હીરપરા, અગ્રણી ઉદ્યોગપતિ ગોંડલના રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા, કિશોરભાઈ અંદીપરા, સુજલોન ગ્રુપના ડાયરેકટર મનુભાઈ પાંભર, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ વગેરે તેમજ ઉચ્ચ અધિકારોમાં સર્વેેશ્રી રાજકોટના કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, ડીએસપી અંતરીપ સુદ, રેન્જ આઈજી ડી. એન. પટેલ, મ્યુ. કમિશ્નર રાજકોટ બંછાનિધિ પાની, ગાંધીનગરથી આવેલા રેન્જ આઈજી દિનેશભાઈ પરમાર, મોરબીના એસપી અક્ષયરાજ મકવાણા, તેમજ અમરેલીના કલેકટર શ્રી અમરાણી, શુકલ કોલેજના ડો. નેહલભાઈ શુકલ, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, ડો. અનિરૂદ્ધસિંહ પઢીયાર તેમજ પૂર્વમંત્રી અને નાસ્કોડના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ લક્ષ્મી ડાયમંડ ગ્રુપ સુરતના વસંતભાઈ ગજેરા, તેમજ ભુપેનેશ્વરી શકિત પીઠ ગોંડલના મહંતશ્રી ઘનશ્યામજી મહારાજ પૂર્વ સાંસદ રમાબેન અને રામજીભાઈ માવાણી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, મોરબી ટાઈલ્સ એસોસીએશનના પ્રમુખ કે. જી. કુંડારીયા તેમજ વેલજીભાઈ બોસ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, પૂર્વ કોર્પોરેટર જે.ડી. ડાંગર, ગોધરા યુનિ.ના કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતા, રાજબેંકના જનરલ મેનેજર સત્યપ્રકાશ ખોખરા, નાગરીક બેન્ક ગોંડલના ચેરમેન યતીશ દેસાઈ, ખોડલધામના હંસરાજભાઈ ગજેરા, રમેશભાઈ ટીલારા, ચીમનભાઈ હપાણી, ડો. ભાવીન કોઠારી, ડો.હપાાણી, ડો.બાબરીયા, ડો.રંગાણી, ડો. મિતુલ સોજીત્રા, ડો. દેશાણી, ડો. કિરીટ પાઠક, પીસીસીના પ્રવિણસિંહ જાડેજા, અવધ ગ્રુપના અરવિંદભાઈ તાળા, રા.લો. સંઘના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા, યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જે.કે. ગ્રુપના જયંતિભાઈ સરધારા, અગ્રણી બિલ્ડર બાબુભાઈ સખીયા, કિશન ફાઈનાન્સ ગ્રુપના ગુણુભાઈ ભાદાણી, રમેશભાઇ વાછાણી તેમજ ધારાશાસ્ત્રીઓ સર્વેશ્રી અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત હાઈકોર્ટના અગ્રણી એડવોકેટ અનિલભાઈ દેસાઈ, અમદાવાદના એડવોકેટ ભરત રાવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, હૈદ્રાબાદથી પી. સુરેશ રેડી તેમજ ટી.ડી.પી.ના એમ.એલ.એ. ધનુષ રેડી, ખેતી બેન્કના ચેરમેન ધીરેનભાઈ ચૌધરી, ડાયરેકટર પ્રવિણસિંહજી જાડેજા, શ્રી ચૌધરી, જામનગરના લખધીરસિંહ જાડેજા, કર્ણાવતી કલબના ડાયરેટકર વિરલ પટેલ, મૌર્ય પટેલ, થલતેજના સરપંચ ભરત પટેલ, સહજાનંદ ગ્રુપ અમદાવાદના કાંતિભાઈ ગઢીયા તેમજ પ્રેમજીભાઈ પટેલ, તેમજ શહેરના અનેક મહાનુભાવો, શિક્ષણવિદો, સામાજીક અને ધાર્મિક તેમજ પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

(4:37 pm IST)