Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વેરો વસુલવા ૧૧ મિલ્કતો સીલઃ બે નળ કાપી નાખ્યા

પરસાણાનગરના કાવેરી કોમ્પ્લેક્ષમાં એકી સાથે ૭ દુકાનોને સીલઃ પારેવડી ચોકમાં ૧ દુકાન સીલઃ નુતન આદિવાસી સોસાયટીમાં ટી સ્ટોલ સીલ ત્થા ૧ દુકાન સીલ કરાઇ

રાજકોટ, તા. ૨૬ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા મકાન વેરાના બાકીદારોનો મિલ્કતવેરો વસુલવા આજે કુલ ૧૧ મિલ્કતોને સીલ કરાઈ હતી તથા બે સ્થળે નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. જે અંગે ટેકસ વિભાગે જાહેર કરેલ સત્તાવાર વિગતો આ મુજબ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનમાં પરસાણાનગરમાં આવેલ 'કાવેરી કોમ્પ્લેક્ષ' દુકાન નં. ૨ ના માલિકશ્રી ચંપાબેન પરસોતમભાઈ પરસાણાના યુનિટના બાકી માંગણા રૂ. ૫૩,૨૫૭ ની સામે સીલ મારેલ તથા દુકાન નં. ૩, બાકી માંગણા રૂ. ૫૩,૨૬૦ની સામે સીલ મારેલ. દુકાન નં. ૫ ના બાકી માંગણા રૂ. ૫૨,૧૫૨ ની સામે સીલ મારેલ દુકાન નં. ૬ બાકી માંગણા રૂ. ૫૨,૧૫૨ ની સામે મીલક મારેલ. કાવેરી કોમ્પ્લેક્ષ દુકાન નં. ૭ બાકી માંગણા રૂ. ૫૨,૧૫૨ ની સામે સીલ મારેલ, દુકાન નં. ૮ બાકી માંગણા રૂ. ૫૨,૧૫૨ ની સામે સીલ મારેલ, દુકાન નં. ૯ ના બાકી માંગણા રૂ. ૫૧,૧૧૫ ની સામે સીલ મારેલ. આમ કોમ્પલેક્ષની ૭ દુકાનોને સીલ કરાઈ હતી.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, વોર્ડ ઓફિસર વિજયભાઈ ઓડેદરા, આરતીબેન નિંબાર્ક, કેતનભાઈ સંચાણિયા તથા ટેકસ ઈન્સ્પેકટર કમલેશભાઈ ઠાકર, ભરતભાઈ પિઠડીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસિ. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇસ્ટ ઝોન

જયારે વેરા વસુલાત શાખા (પુર્વ ઝોન) દ્વારા મિલ્કતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત એન.વી.મકવાણા-સદ્દગુરૂધામ-એ, પારેવડી ચોકની બાકી બાકી રકમની વસુલાત માટે સીલ મારેલ છે. આ કામગીરી આસી. કમિશ્નર પુર્વ ઝોન, આસી. મેનેજરશ્રી (પુર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના હેઠળ વોર્ડ ઓફિસરશ્રીઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, કુંદન પંડયા, બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, ભરત રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

વેસ્ટ ઝોન

જયારે વેસ્ટ ઝોન કચેરીએ બાકી વેરાની વસુલાત માટે શ્રી મુકત ડેવલોપર્સ ભાવીન જે. રાણપરા પ્રથમ અને બીજો માળ મુકતા કોમ્પલેક્ષ યોગેશ્વર પાર્ક રાજકોટનો રૂ. ૭૪૧ર૮ વેરો વસુલ્યો. મિલકત સીલ કરેલ છે. તેમજ નળ કનેકશન કપાતા કરેલ છે તથા જાગૃતીબેન ડોડીયા રામ પાર્ક કાલાવડ રોડનો રૂ. ૭૬૪૯૧ નો વેરો વેસુલવા નળ કનેકશન કપાત કરેલ છે તથા શ્રી મયુરભાઇ પટેલ ગ્રાઉન્ડ ફલોર દુકાન ન. ૬ના બાકીવેરો રૂ. પ૩૭૬૧ વસુલવા મિલ્કત સીલ કરેલ છે.અને ભરતભાઇ આહિર, ઓમનગર મવડીનો બાકી વેરો ૮૬,૩૪૭ વસુલવા મિલ્કત સીલ કરેલ છે.

આ કામગીરી ઝોનલ આસી. કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શન અને આસી. મેનેજરશ્રીની સુચના હેઠળ વેસ્ટ ઝોનના વોર્ડ નં.૮, ૯, ૧૦ અને ૧૧ના વોર્ડ ઓફિસર શ્રી, વોર્ડ ટેકસ ઇન્સ્પેકટર, વોર્ડ ડિમાન્ડ કલાર્ક અને વોર્ડ કલાર્ક દ્વારા કરવામાં આવેલ છે.

(4:47 pm IST)