Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગાર્ડી વિદ્યાપીઠના છાત્રો વડોદરા રેલ્વેની મુલાકાતે

રાજકોટઃ શ્રી બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના ઇલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટના ફાઇનલ અને પ્રી-ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટના ભાવ રૂપે વેસ્ટર્ન રેલ્વેના વડોદરા સ્થીત ઇલેકટ્રીક લોકો શેડ ટ્રેનીંગ સેન્ટરની મુલાકાત લીધી વડોદરા સ્થીત ZETC લોકો શેડ વેસ્ટર્ન રેલ્વેના ગુજરાત ઝોનનુ સૌથી મોટુ લોકોમોટીવ શેડ છે એકમાત્ર ટ્રેનીંગ સેન્ટર છે. ઇલેકટ્રીક લોકો શેડ વડોદરા સમગ્ર વેસ્ટર્ન રેલ્વેના ઝોનમા સૌથી વિશાળ છે. કેતન  જોષીની આગેવાનીમાં યોજાયેલ વિઝીટમાં પ્રથમ વિદ્યાર્થીઓને લોકો શેડની પ્રાથમીક સમજ અને તેના કાર્યક્ષેત્ર વીગેરે બાબતો જણાવવામાં આવી ત્યાર બાદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા અને લોકો શેડમાં વપરાતા ડીસી મોટર, એસી મોટર, સર્કીટ બ્રેકર, ફિડિંગ સીસ્ટમ અને ટ્રાન્સફોર્મર જેવા ઇલેકટ્રીકલ સાધનોને પ્રેકટીકલી ઉપયોગમાં નિહાળ્યા હતા તેની સમજ અપાઇ હતી ઇન્ડસ્ટ્રીયલ વિઝીટના આયોજન બદલ ચેરમેન ડી.વી.મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપલ વિરાંગ ઓઝા અને ઇલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટના HOD ગૌરવ જોષી દ્વારા અંભિનંદન અપાયા હતા.

(4:22 pm IST)