Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સ્ટોક માર્કેટઃ ડર કે આગે જીત હૈ

ઇન્વેસ્ટમેન્ટ આઇડીયા

 ગયા સપ્તાહે PNB બેંક સાથે ૧૧૩૦૦ કરોડના નીરવ મોદી તથા ગીતાંજલી ના કૌભાંડ, FLL ફંડોની સતત વેચવાલી ભારતના બોન્ડ યીલ્ડ ૮%ની સમીપ પહોચવાની નકારાત્મક અસરો ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ઘણીવાર શેર બજારમાં કોઇ સોદો ના કરવો એ સૌથી સારો સોદો  ગણાય  છે. આ સમયમાં લાંબાગાળાના રોકાણ માટે સંભવિત કંપનીને ગોતવાનો અને તેના ફંડામેંટલ્સનો અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય છે. આજે આપણે આવી જ એક કંપનીનો અભ્યાસ કરીશું

 HIL LTD

 કંપની પરીચય

 HIL LTD ની સ્થાપના ૧૯૪૬માં હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામે  થઇ હતી.  સી.કે. બીરલા ગ્રુપનીHIL LTD ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સન્માનીત બિલ્ડીંગ મટીરીયલ,  ઇન્ડસ્ટ્રી છે. છેલ્લા ૭૦ વર્ષથી કંપની તેના ક્ષેત્રની માર્કેટ લીડર છે HIL એ ગ્રીન બિલ્ડીંગ મટિરિયલ રૂફિંગ સોલ્યુસન, પેનલ્સ, વોલીંગ બ્લોકસ, પ્લાઇવુડ સબ્સ્ટિટયુડ, હાઇકવોલીટી પાઇપ્સ અને ફિટિંગ્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્યુલેશન વગેરેમાં પાયોનીયર કંપની છે. HIL એ  ફાઇબર સિમેન્ટ શીટ્સ, સોલીડ વોલ પેનલ્સ, અને ફલાઇ એશ ઇંટ (AAC) માં માર્કેટ લીડર છે. કંપની ૪૦૦૦ કર્મચારીઓ , ૨૦ મેન્યુંફેંકચરીંગ પ્લાંટ્સ, ૪૩ ડેપો, અને ૮ સેલ્સ ઓફિસ ધરાવે છે. HILની સિમેન્ટ શીટની બ્રાન્ડ '' ચાર મિનાર'' અને ગ્રીન બિલ્ડીંગ બ્રાન્ડ '' એરોકોન'' ની ગણના ભારતની સુપર બ્રાન્ડસમાં થાય છે.  બિલ્ડીંગ મટીરિયલમા HIL એ ઘણી નવી શોધો કરી છે.  અને તેમની પેટંટ્સ પણ મેળવેલ છે. ૨૦૧૬માં HIL ને એશિયાની મોસ્ટ ટ્રસ્ટેડ બિલ્ડીંગ મટિરિયલ્સ કંપનીનો એવોર્ડ પણ મળેલ છે.  કંપનીનો ઇકિવટી બેઝ ફકત ૭.૫ કરોડ અને કુલ ૭૫ લાખ શેર છે.

 ફાઇનાન્સિયલ કામગીરી અને મુલ્યાંકન

  HIL LTD  ની બેલેન્સ શીટ ખુબજ મજબુત છે. છેલ્લા ઘણા વર્ષોથી કંપનીની ડાઇલ્યુટેડ ઇકિવટી જરા પણ નથી. પ્રમોટર્સનો એક પણ શેર પ્લેજ નથી. છેલ્લા ૫ વર્ષનું ટોટલCAPEX કંપની એ સ્વમેળે, કોઇ ધીરાણ લીધા વગર કરેલ છે. કંપની ૧૦૦ % કર્જ મુકત છે. અને સારુ એવુ અનામત (RESERVE) ભંડોળ ધરાવે છે. છેેલ્લા ૩ વર્ષમાં કંપનીનો સેલ્સ ગ્રોર્થ ૭% CAGR જેવો હતો એ ૨૦૧૮ના બીજા ત્રિમાસીક ગાળા દરમિયાન ૧૨% જેવો ઉંચો રહયો છે. નફા નો ગાળો કે જે ઘણા વર્ષોથી ૮-૧૦% હતો એ પણ છેલ્લા ૨ પરીણામોમાં સારો એવો  વધ્યો છે. અને ROE ૧૧% તથા ROCE ૧૫% રહયો છે.

 HIL નો ઓપરેશન કેશ ફલો (CFO) છેલ્લા ૨ વર્ષથી ૧૫૦-૧૬૦ કરોડ રહેે છે જે ખુબજ હકારાત્મક કહી શકાય કારણકે આ સમય દરમિયાન જ કંપનીએ નવા પાઇપ & ફિટીંગ્સ પ્લાન્ટ સ્થાપવા સારું એવું CAPEX કયું હતું  કંપનીના  અરનિંગ પર શેર EP S FY18 માં ૮૬ અને FY19 માં ૧૦૪-૧૦૯ રહેવાની ધારણા છે.  એ જોતા HIL એ તેના સેકટર નો  સૌથી સસ્તો શેર કહી શકાય. વળી કંપની વર્ષો વર્ષ ખુબ સારુ ડિવિડંડ આપતી રહી છે. છેલ્લા ૩ વર્ષનો ડિવીડંડ પે આઉટ રેટ (DPR)૩૦% છે.

ઈન્વેસ્ટમેન્ટની તકો

ભારત હજુ પણ રહેઠાણ, સ્વચ્છતા અને તેને લગતી પાયાની માળખાગત વ્યવસ્થામાં ઘણું પાછળ છે અને તેના માટે બિલ્ડીંગ મટીરીયલ્સની ભવિષ્યમાં ખૂબ ડિમાન્ડની સંભાવના રહેલી છે. હાલ ૭ કરોડ ભારતીયો પાસે ઘર નથી અને ૯૦ કરોડથી વધારે લોકો અપૂરતી સગવડવાળા ઘરોમાં રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટ શીટવાળા રૂફની ખૂબ મોટી જરૂરીયાત ઉભી થાય તેમ છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના ૨૧ કરોડ ઘરોમાંથી ૫૪% કાચા મકાનો છે. ભારત સરકારની પણ ૨૦૨૨ સુધીમાં દરેકને ઘર આપવાની મહત્વાકાંક્ષી યોજના છે. ૨૦૨૨ સુધીમાં સરકારનો ૨ કરોડ મકાન બનાવવાનો (તેમાંથી ૧ કરોડ ૨૦૧૯ સુધીમાં) પ્લાન છે આ માટે ૨ લાખ કરોડ રૂપિયાનું બજેટ જોશે. સરકારે ૯ રાજયોના ૫૦૦ જેટલા નાના મોટા શહેરોને પહેલા ૩ તબક્કા માટે કેન્દ્રીત કર્યા છે અને એ માટે ૨૦૧૮ના બજેટમાં ૨૩૦૦૦ કરોડ ફાળવ્યા છે.

HILને જીએસટીથી ૩ ફાયદા થશે (૧) માર્કેટ શેર અને ઓર્ગેનાઈઝડથી ઓર્ગેનાઈઝડ સેકટર તરફ વળશે (૨) ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઘટશે (૩) HILની પ્રોડકટ્સની  વેર હાઉસ કોસ્ટ પણ ઘટશે.

તાજેતરમાં HIL આંધ્રપ્રદેશમાં ૩૩૬૦૦ મેટ્રીક ટનની ક્ષમતાનો નો એસબેસ્ટોસ રૂફીંગ શીટ્સ (ચાર મિનાર ફોર્ચ્યુન બ્રાન્ડ) પ્લાન્ટ નાખ્યો છે. આ અતિ આધુનિક ગ્રીન રૂફીંગ ટેકનીક HILએ સ્વહસ્તે વિકસાવેલ છે અને ભવિષ્યમાં એનવાયરમેન્ટની સમસ્યા જોતા આ પ્રોડકટનું ભવિષ્ય ઉજળુ છે.

પાઈપ્સ અને ફીટીંગ્સ ક્ષેત્રે પણ HIL એ સારૂ વિસ્તરણ કર્યુ છે અને હાલમાં જ ૧૩૦ કરોડ કેપેસીટી એકસપાનસનમાં ખર્ચ્યા છે. HILના હરીયાણા સ્થિત પ્લાન્ટમાં ૨૦-૨-૨૦૧૮થી ''બિરલા એરોકોન'' બ્રાન્ડ્સથી SWR (સોઈલ, વેસ્ટ, રેન) પાઈપ્સ તથા પ્રેસર પાઈપ્સનું કોમર્શીયલ ઉત્પાદન શરૂ કર્યુ છે.

આઉટલુક

HILનું મજબૂત મેનેજમેન્ટ અને તેની પ્રભાવી બ્રાન્ડ પ્રેસન્સ તથા માર્કેટ લીડરની પોઝીશન જોતાં આ કંપનીના શેરમાં રોકાણ સુરક્ષિત તથા ઉંચુ વળતર આપવાની શકયતા ધરાવે છે લાંબા ગાળે ૧૦૦%થી વધુ વળતર મળે તો નવાઈ નથી.

ડિસ્કલેમર : લેખક સેબીના રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ નથી. ઉપરનો લેખ એ રીસર્ચ રીપોર્ટ નથી કે શેર લેવાની ભલામણ નથી. આપેલી માહિતી જાહેર માધ્યમમાં પ્રાપ્ય છે. શેર બજારમાં નિવેશ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.(૪૦.૩)

જસ્મીન મહેતા - ગૌરાંગ સંઘવી

e-mail: valuepickgems@gmail.com

(4:16 pm IST)