Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટમાં કાલથી 'ટેકફેસ્ટ-૨૦૧૮' અનોખી ઇવેન્ટ

વીવીપીના આંગણે તા. ૨૭-૨૮ બે દિવસીય આયોજન * મીકેનીકલ, કોમ્પ્યુટર, કેમીકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહીતના વિભાગોને સ્પર્શતી વિવિધ ૫૭ જેટલી સ્પર્ધાઓનો જમેલો * ૨૧ કોલેજના ૫,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન * વિજેતાઓને લાખેણા ઇનામો * આયોજનથી માંડીને સંચાલન સુધીની તમામ જવાબદારી વિદ્યાર્થીઓ જ સંભાળશે * તમામ ક્ષેત્રના દ્યિાર્થીઓ વાલીઓએ ઇવેન્ટ નિહાળવા જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૨૬ : ટેકનોલોજી ઇવેન્ટની એક અલગ દુનિયારૂપે રાજકોટના આંગણે કાલથી 'જીટીયુ ટેકફેસ્ટ૨૦૧૮' નું દમદાર આયોજન થયુ છે.

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના આંગણે તા.૨૭ અને ૧૮ એમ બે દિવસ માટે આયોજીત આ 'જીટીયુ ટેકફેસ્ટ' માં વિવિધ ૫૭ સ્પર્ધાઓમાં ૨૧ કોલેજના ૫,૫૦૦ થી વુધ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યાનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્ય ડો. જયેશભાઇ દેશકરે જણાવેલ છે.

ઇવેન્ટના આકર્ષણોમાં મીકેનીકલ વિભાગમાં હાઇડ્રોલીક આર્મ, ઓટો સાપ, જંકયાર્ડ વોર્સ, કેડ ર્કકર, રોબોસાકર, ઇલેકટ્રીકમાં સર્કીટ ચક્રવ્યુહ, ગે-ઓ તડકા, સે ઇટ આઉટ, બેટલ ઓફ વ્હીલ્સ, ગો સ્લો વિથ ધ ફલો, ઝોન ઓફ નટર્સ જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરાયો છે.

જયારે કેમીકલ વિભાગમાં કેમીડ્રાઇવ, કેમેસ્ટ્રી ફિલ્ટર મેકીંગ, કેમો હંટ, બુલ્સ એડ બિયર્સ, આલ્મીડોન ચેલેન્જ કોમ્યુટર વિભાગમાં કોડલેશ, ક્રિષ્ટોહંટ, વેબ વિવર, નિનિમિશીપા, એનએફએસ, બેગ-બોરો-સ્ટીલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં રિલેય કોડીંગ, કોડજામ, ચલ બેટા સેલ્ફ લેલે રે, રી ઇવેનટ, ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનમાં ડીકોડ, રેકોડ, ઇન્કોડ, એકવા રોબો, લેઝર મેઝ, ડીસ્ટ્રકટર, ટીવસ્ટર, બાયોટેકનોલોજીમાં વન મીનીટ ગેમ્સ, મોક-સી આઇ.ડી., ગલી ક્રિકેટ, લેબ સેફટી ચાર્ટ કોમ્પીટીશન, નેનો ટેકનોલોજીમાં ફેશમેન ઇન્ટરવ્યુ, લાઇટનિંગ ટોક, હચ-પુચ, ફોરેન્સીક સેરેમીક મિસ્ટરી, સીવીલમાં લાઇફ ઓફ પાઇલ, આર્ટીફીશ, કોલ્રેફસ, બ્રેક અવ બ્રીજ, ટ્રાફીકા, મટુકી ફોડ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે.

આયોજક સંસ્થાના મેનેજીંગ લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્ય ડો. જયેશભાઇ દેશકરે જણાવેલ છે કે આ ઇવેન્ટની વિશેષતા એ છે કે સમગ્ર ટેકફેસ્ટનું આયોજન, પ્લાનીંગ, સમયપત્રકથી લઇને સંચાલન સુધીની તમામ જવાબદારી વિદ્યાર્થીઓ પોતે જ સંભાળી રહ્યા છે. ધો.૮ થી લઇને ધો.૧૨ ના વિદ્યાર્થીઓની જ્ઞાનપીપાષા સંતોષતી આ ઇવેન્ટમાં સ્પર્ધાઓના પ્રથમ ત્રણ વિજેતાઓ માટે ઇનામની વ્યવસ્થા પણ કરાઇ છે. રૂ.૧ લાખથી વધુના ઇનામો અપાશે.

કાલથી બે દિવસીય આ ટેકફેસ્ટ ઇવેન્ટમાં  આવવા જવા માટે વાલીઓ વિદ્યાર્થીઓ માટે વીવીપી દ્વારા વિનામુલ્યે બસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત કાલે તા. ૨૮ ના રૂટ નં. ૧ સવારે ૯ વાગ્યે સોરઠીયાવાડી ચોક, ભકિતનગર સર્કલ, ભકિતનગર સ્ટેશન, વીરાણી હાઇસ્કુલ ચોક, એસ્ટ્રોન ચોક, ફાટક, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી, આલાપ ગ્રીન સીટી, સાધુવાસવાણી રોડ, સૌ.યુનિ., કાલાવડ રોડ થઇ વીવીપી સુધીના રૂટનો સમાવેશ થાય છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે વિવિધ સ્પર્ધાઓ વચ્ચે સ્કીલ ડેવલપનું સરસ કાર્ય થનાર છે. ખાસ કરીને ફેશમેક ઇન્ટરવ્યુમાં કોન્ડીડન્સ, બોલવાની કાળા ખીલવવા પ્રયાસ થશે. સાયકોલોજીકલ માઇન્ડ એન્ડ સેટનું પરીક્ષણ ડો.નિકેશ શાહ, ડો. ભારત કટારીયા, ડો. યોગેશ જોગરાન કરશે. નોન ટેકનીકલ હચ-પુચ સ્પર્ધામાં બુધ્ધીમતા ચકાસવામાં આવશે. તો ફોરેન્સ સીરેમીક મીસ્ટરી જેવી સ્પર્ધામાં મર્ડર કેસના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓની સ્કીલ ચકાસણીનો પ્રયોગ થશે.

વીવીપી કોલેજ (ફોન-૦૨૮૧- ૨૭૮૩૩૯૪) ના આંૅગણે યોજાય રહેલ આ સમગ્ર 'ટેકફેસ્ટ-૨૦૧૮' ની સફળતા માટે વીવીપીના પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ ઓ-ઓર્ડીનેટર ઇલેકટ્રીકલ વિભાગના અધ્યાપક પ્રો.શિલ્પાબેન કાથડ, બાયોટેકનોલોજી વિભાગના અધ્યાપક પ્રો. પૂજા ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર મિલિન્દ પારેખ, વિરલ ઠકકર, વિશ્રુત માંકડ, કશ્યપ સોજીત્રા, મિહિર પાઠક, હેમાંગ જસાણી, પ્રણામ લશ્કરી, પૂર્વા વડગામા, અખીલ ભાણવડીયા, મિત મોરડીયા, શ્યામ નિમાવત તેમજ તમામ વિભાગના વડા, અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી ગણ જહેમત ઉઠાવી રહેલ છે.

(4:15 pm IST)