Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બાર એસો.ની ચુંટણીમાં વકીલોનું ઉત્સાહપૂર્વક મતદાનઃ સાંજે પરીણામ

સમરસ પેનલનો દબદબોઃ પ્રમુખપદે અનિલભાઇ દેસાઇની જીત નિશ્ચિતઃ 'વન બાર વન વોટ' મુજબ પ્રથમ ચુંટણીઃ મતદાનમાં નિરસ વાતાવરણ પ્રથમ ત્રણ કલાકમાં માત્ર ૪૦૦ મતો પડયાઃ બપોર સુધીમાં ૬૫ થી ૭૦ ટકા મતદાનની શકયતાઃ ઉપપ્રમુખ માટે સી.એચ.પટેલ અને બકુલ રાજાણી વચ્ચે સ્પર્ધા... ત્રણ પોસ્ટ બિનહરીફ, કારોબારી માટે ૧૯ ઉમેદવારો વચ્ચે સ્પર્ધાઃ બપોર બાદ મતગણતરી

રાજકોટ : બાર એસો. ની ચૂંટણીમાં આજે સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયેલ હતું. પ્રસ્તુત તસ્વીરોમાં મતદાન કરવા આવેલા વકીલોમાં મતદાન મથકની બહાર સમરસ પેનલના ઉમેદવારો પ્રમુખપદના દાવેદાર અનિલભાઇ દેસાઇ અને તેમની પેનલના ઉમેદવારો દર્શાય છે. બાજુની તસ્વીર મતદાન કરવા જઇ રહેલા વકીલોની છે. ત્રીજી તસ્વીરમાં ચૂંટણી કમીટીના સભ્યો પાસે મતદાનની સ્લીપ મેળવતા વકીલો દર્શાય છે. નીચેની તસ્વીરોમાં સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, અનિલભાઇ દેસાઇ, શ્યામલ સોનપાલ, મલ્હાર સોનપાલ, પિયુષભાઇ શાહ, સંજયભાઇ વ્યાસ, જે. એફ. રાણા, પ્રદિપ ડવ, બકુલ રાજાણી, સી. એચ. પટેલ, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, નોટરી જોટંગીયા, રાજેન્દ્રસિંહ ઝાલા, અનિલ દાસાણી, નયનભાઇ વ્યાસ, હિતેષ મહેતા, પ્રકાશસિંહ ગોહીલ, વિજય ભટ્ટ, હેમલ ગોહેલ, વિમલ ડાંગર, જયેશ બોઘરા, રાજદીપસિંહ, જીજ્ઞેશ જોષી, પરકીન રાજા, સંજય પંડયા, સમીર ખીરા મનોજ તંતી, ભુપેન્દ્રસિંહ જાડેજા, કેતન મંડ, મનહર મજેઠીયા, દિલેશ શાહ ત્થા છેલ્લે બિનહરીફ થયેલા દિલીપ જોષી, અશ્વિન ગોંસાઇ અને રૂપરાજસિંહ પરમાર દર્શાય છે. (તસ્વીરો : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૬ :.. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા અપાયેલ ગાઇડ લાઇન મુજબ આજે રાજકોટ બાર એસો. ની 'વન બાર વન વોટ' મુજબ ચૂંટણી યોજાઇ હતી. 'વન બાર વન વોટ', ની યાદી મુજબ માત્ર ૧૯પપ મતદારોની યાદી પ્રસિધ્ધ થયેલ હોય સવારે ૯ કલાકથી જ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ વર્ષ સવારથી ધીમુ મતદાન થતું હોય મતદાન માટે લાંબી લાઇનો લાગેલ ન હોય બપોરના ૧ર વાગ્યા સુધીમાં માત્ર ૪૦૦ નું મતદાન નોંધાયું હતું.

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા નકકી થયેલ કાર્યક્રમ પ્રમાણે રાજકોટ બાર એસો. ની 'વન બાર વન વોટ' હેઠળની સને ર૦૧૮ ના વર્ષની આ પ્રથમ ચૂંટણી યોજાયેલ જેમાં નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજકોટ બાર એસો. ની ચૂંટણીમાં આ વર્ષે કોઇ હરીફાઇ જેવો માહોલ ન  હોય અને અગાઉથી સેક્રેટરી, ટ્રેઝરર અને જોઇન્ટ સેક્રેટરીની જગ્યાઓ બિન હરીફ જાહેર થઇ ગયેલ હોય તેમજ પ્રમુખપદ માટે પણ સ્પર્ધાનું વાતાવરણ ન હોય અને એક તરફી સમરસ પેનલ તરફી વાતાવરણ હોય. કોઇ હાઇટેક પ્રચાર કે, સ્પર્ધા થયેલ ન હોય, તેની અસરના કારણે પણ આજે ઓછુ મતદાન થયાનું ચર્ચાય છે.

રાજકોટ બાર એસો.ના પ્રમુખપદ માટે સમરસ પેનલના અનિલભાઇ દેસાઇ તેમજ હરિસિંહ વાઘેલા વચ્ચે સ્પર્ધા હોય અનિલભાઇ દેસાઇની જીત નિશ્ચિત મનાઇ રહી છે.

ઉપપ્રમુખપદ માટે રસાકસી ભરી સ્પર્ધાનો માહોલ છે. આ જગ્યા ઉપર સમરસ પેનલના સી. એસ. પટેલ, અને બકુલભાઇ રાજાણી વચ્ચે સ્પર્ધા છે. સી. એચ. પટેલને પેનલનો ટેકો છે. તો સામે બકુલભાઇ રાજાણી વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફેડરેશનના પ્રમુખ છે. અને તેઓને નીચેની કોર્ટોમાં પ્રેકટીશ કરતાં વકીલો તેમજ સીનીયરોનો ટેકો મળી રહ્યો હોય. આ જગ્યા ઉપર સ્પર્ધા જામી છે.

સેક્રેટરીની જગ્યામાં અગાઉ દિલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉપર રૂપરાજસિંહ પરમાર અને ટ્રેઝરરની  જગ્યા માટે અશ્વિન ગોંસાઇ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ છે.

લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા માટે જતિનભાઇ ઠક્કર, અને મૌનિષ જોષી વચ્ચે સ્પર્ધા છે. અને મહીલા અનામતની જગ્યા ઉપર મીનાક્ષીબેન ત્રિવેદી અને હર્ષાબેન પંડયા વચ્ચે સ્પર્ધા છે.

કારોબારીની ૯ જગ્યા માટે સમરસ પેલનમાંથી વિમલ ડાંગર, રોહિતભાઇ ઘીયા, સંજયભાઇ જોષી, અજયભાઇ પીપળીયા, આનંદ પરમાર, નંદકિશોર પાનોલા, વિપુલ રાણીંગા, એન્જલ સરધારા, અને પિયુષ ઝાલા, એ ઉમેદવાર નોંધાવી છે. આ ઉપરાંત નિશાંત જોષી, ગૌરાંગ માંકડ, સંદિપ વેકરીયા, નિરવ પંડયા, વિવેક ધનેશા, રાજેશ ચાવડા, ભુપેન્દ્રસિંહ જાડેજા, કમલ કવૈયા, ચૂંટણી લડી રહયા છે.

આજે યોજાયેલ ચૂંટણીમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, લલીતસિંહ શાહી, મહર્ષિભાઇ પંડયા, બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનિષભાઇ ખખ્ખર, એન. એસ. ભટ્ટ, નટુભાઇ અતીત, જસવંતસિંહ ભટ્ટી, ધર્મેશ શેઠ, લલીત લખતરીયા, ભાવનાબેન જોષીપુરા, કમલેશ જોષીપુરા, હેમેનભાઇ ઉદાણી, પિયુષભાઇ શાહ, દિલીપભાઇ પટેલ, કમલેશ શાહ, દિલેષ શાહ, આર. ટી. કથીરીયા, અર્જુન પટેલ, સી. એમ. દક્ષિણી, અશ્વિન પોપટ,  ક્રિમીનલ બાર એસો. ના તુષાર વસલાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ રાણા, રાજકુમાર હેરભા, શ્યામલ સોનપાલ, શાંતનું સોનપાલ, મલ્હાર સોનપાલ, પરકીન રાજા, હેમલ ગોહેલ, નિલેષ વેકરીયા, મનોજભાઇ તંતી, નયનભાઇ વ્યાસ, ડો. અનિલ એસ. દશાણી, રાજેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન રામાણી, સંજય પંડયા, મનીષ પંડયા, ધર્મેશ વકીલ, વિરેન વ્યાસ, ધર્મેશ સખીયા, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, નયન પજવણી, હિમાંશુ પજવણી, રેનિશ મેઘાણી, વિગેરે મતદાન કર્યુ હતું.

સરકારી વકીલોમાં એસ. કે. વોરા, મહેશભાઇ જોષી, પરાગ શાહ, તરૂણ માથુર, પ્રશાંત પટેલ, મુકેશ પીપળીયા, રક્ષિત કલોલા, સ્મિતાબેન અત્રી, આબીદ શોસન, કમલેશ ડોડીયા, સમીર ખીરા, દિલીપ મહેતા, બિનલબેન રવેશીયા, અતુલ જોષી, અનિલ ગોગીયાએ મતદાન કર્યુ હતું.

કલેઇમ બાર એસો. માંથી રાજેશ મહેતા, ગોપાલ ત્રિવેદી, જીતેન્દ્ર રાવલ, એન. આર. શાહ, પી. આર. દેસાઇ, વિનુભાઇ ગોંસલીયા, વિગેરેએ મતદાન કર્યુ હતું.

મહિલા ધારાશાસ્ત્રીઓમાં અમિતાબેન સિપ્પી,  ચેતનાબેન કાછડીયા, કિરણબેન મહેતા, નયનાબેન ચૌહાણ, અમૃતા ભારદ્વાજ, મિતલબેન સોલંકી, ગાયત્રીબા વાઘેલા, પન્નાબેન ભુત, અલ્કાબેન પંડયા, વિગેરેએ મતદાન કર્યુ હતું.

આ ઉપરાંત રાજકીય અગ્રણી વકીલોમાં રમેશભાઇ રૂપાપરા, ઉમેશભાઇ રાજયગુરૂ, અશોકભાઇ ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, ભાવનાબેન જોષીપુરા, કિશન ટીલવા, પ્રદીપ ડવ વિગેરેએ મતદાન કર્યુ હતું.

રાજકોટ બાર એસો. ની વન બાર વન વોટ મુજબ ૧૯પપ ની મતદાર યાદી પ્રસિધ્ધ થઇ છે. જેમાં આ લખાય છે. ત્યારે બપોરના બે વાગ્યા સુધીમાં પપ થી ૬૦ જેટલું મતદાન થયાનું જાણવા મળે છે. આજે બપોરના ૩ વાગે મતદાન પુરૂ થયા બાદ બપોરના ૪ વાગે મતગણતરી શરૂ થશે. અને સાંજના પરિણામ જાહેર થશે.

(4:14 pm IST)