Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કલેકટર હૈદ્રાબાદમાં : ઇ-નામ પ્રોજેકટ માટે એવોર્ડ : ઇ-ગવનર્સ અંગે રાજકોટ નંબર વન

ખેડૂતો માટે આશિર્વાદરૂપ પ્રોજેકટ :જણસોનો ઓનલાઇન વેપાર ધમધમશે...

રાજકોટ, તા. ર૬ : તાજેતરમાં રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ માર્કેટયાર્ડ માટે બનાવાયેલ ઇ-નામ યોજના એવોર્ડ વડાપ્રધાન નોમીનેટ માટે દિલ્હી ખાતે પ્રેઝનેશન કર્યો હતો જે પ્રોજેકટને વડાપ્રધાનનો ઇ-ગવનર્સ એવોર્ડને મંજૂરી મળતા રાજકોટ કલેકટર તંત્ર જીલ્લા પંચાયત ખેતીવાડી તંત્ર અને રાજકોટ માર્કેટયાર્ડને એક મહત્વનો એવો ઇ-ગવનર્સ અંગેનો ઇનમ પ્રોજેકટ માટેનો એવોર્ડ જાહેર થયો છે. આ એવોર્ડ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે આજે દિલ્હી પહોંચ્યા હોવાનું અને ત્યાં એવોર્ડ સ્વીકારનાર હોવાનું સાધનોએ કહ્યું હતું.

આ ઇ-નામ પ્રોજેકટના કારણે ખેડૂતો માટે હવે ઓનલાઇન વેપાર આશિર્વાદરૂપ બનશે, તેમની ખેતપેદાશોનો પૂરતો ભાવ આવશે, બીજી પણ તમામ સગવડ યાર્ડમાં મળશે. અમૂક એજન્ટો-દલાલો દ્વારા થતી કહેવાતી છેતરપીંડી બંધ થઇ જશે, રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પ્રજાકીય કામો સંદર્ભે ઇ-નામ પ્રોજેકટ રજૂ કરાયો અને તે સંદર્ભે એવોર્ડ જાહેર થયાનું સાધનોએ ઉમેર્યું હતું.

(4:11 pm IST)