Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વાવડી-કોઠારીયામાં રૂ. ૫ હજાર થી ૫૦ લાખ સુધીનો મિલ્કત વેરો ફટકારાતા દેકારોઃ વાંધા અરજીના ઢગલા

આ અંગે યોગ્ય કરવા વિસ્તારવાસીઓ, કારખાનેદારો દ્વારા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને રજૂઆત : આવતી કાલે હિયરીંગ

રાજકોટ,તા.૨૬: શહેરનાં કોઠારિયા -વાવડી સહિતનાં વિસ્તારમાં રૂ.૫ હજાર થી રૂ.૫૦ લાખ સુધી મિલ્કત વેરા ફટકારાતા આજે કારખેનાદાર સહિતનાં વિસ્તારવાસીઓ દ્વારા  આ અંગે યોગ્ય કરવા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને રજૂઆત કરવામાં  આવી હતી. આ અંગે સ્ટે.ચેરમનએ યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૧૫માં શહેરની ભાગોળે આવેલ કોઠારિયા-વાવડી ગામનો રાજકોટ મ્યુનિ. કોર્પોરશેનમાં ભેળવામાં આવ્યા હતા. આ વિસ્તારની મિલ્કતોનો સર્વે અને આકરણી કરી ત્રણ વર્ષ બાદરૂ.૫ હજાર થી રૂ. ૫૦ લાખ સુધીનાં  વેરાબિલ આવતા દેકારો બોલી ગયો હતો.

આ અંગે તંત્ર દ્વારા વાંધાઅરજી મંગાવામાં આવી છે.આવતીકાલે જેેનું હીયરીંગ પણ રાખવામાં આવ્યુ છે.

દરમિયાન આજે બપોરે કોઠારિયા-વાવડીના મિલ્કતધારકો દ્વારા આ અંગે યોગ્ય કરવા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટે.ચેરમેનએ આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

(4:10 pm IST)