Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટના મવડી - રૈયા તથા નાનામવા વીજ સબ ડિવીઝનમાં વીજતંત્રની ૪૦ ટીમોના દરોડા

મંદિરોમાં પણ ચેકીંગઃ પોલીસ-વિડીયોગ્રાફરો સાથે ૧૦ ફીડરના બે ડઝન વિસ્તારોમાં ધોંસ...

મવડી વિસ્તારમાં આવેલ પૂજ્ય શ્રી રઘુનાથજી બાપુની સમાધી સ્થાન ખાતેના મંદિરોના વીજ કનેકશનમાં પણ વીજ તંત્રની ટીમોએ ચેકીંગ કર્યુ હતું તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(

રાજકોટ, તા. ૨૬ :. આજે રાજકોટમાં ત્રણ મહત્વના સબ ડિવીઝન વિસ્તારમાં બપોરથી વિજતંત્રે દરોડાનો દોર શરૂ કરતા વીજચોરોમાં ફફડાટ પેસી ગયો હતો.

કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ જીઈબી પોલીસ, એકસ આર્મીમેન અને વિડીયોગ્રાફરોની ટીમ સાથે એકી સાથે ૪૦ ટીમોએ રાજકોટ સીટી વીજ ડિવીઝન-૩ ના ત્રણ સબ ડિવીઝન મવડી-નાનામવા અને રૈયા ક્ષેત્રમાં વીજચોરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો છે. ટીમોએ મંદિરોમાં પણ ચેકીંગ કર્યુ હતું.

સાધનોના ઉમેર્યા પ્રમાણે ૪૦ ટીમોએ મવડી, રૈયા, નાનામવા વીજ સબ ડિવીઝનના કુલ ૧૦ જેટલા ફીડરના બે ડઝનથી વધુ હાઈ ટી એન્ડ ડી લોસ ધરાવતા વિસ્તારોમાં ચેકીંગ શરૂ કર્યુ છે. જેમા રેસીડન્સ અને કોમર્શીયલ બને આવી જાય છે, સાંજે રીપોર્ટ આવશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

(4:09 pm IST)