Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સ્વચ્છ રાજકોટનો સંકલ્પ

હવે 'વન ડે વન વોર્ડ' સોલીડ વેસ્ટ - આરોગ્યની ઝુંબેશ

'સ્વચ્છ ભારત મિશન'અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સફાઇ ઝુંબેશઃ આવતા સપ્તાહેથી કાર્યવાહી કરવા પુષ્કરભાઇ પટેલ, મનીષભાઇ રાડીયા અને આશિષભાઇ વાગડિયાની તાકીદ

રાજકોટ તા. ૨૬ : 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય શાખા - સોલીડ વેસ્ટ શાખાના સંયુકત ઉપક્રમે ચેકીંગ હાથ ધરવામાં આવશે. આવતા સપ્તાહેથી 'વન ડે વન વોર્ડ' સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન મનિષ રાડીયા તથા સેનિટેશન સમિતિ ચેરમેન આશિષ વાગડીયાએ જણાવ્યું હતું.

'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત દરેક વોર્ડમાં 'વન ડે વન વોર્ડ' સફાઈ ઝુંબેશ અંગે સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય કમિટીના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે, 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત રાજયની તમામ મહાનગરપાલિકાઓમાં ઘનકચરાનુ એકત્રિકરણ અને પરિવહન ટ્રીટમેન્ટ અને નિકાલની વ્યવસ્થાને સુદ્રઢ કરી રાજયના તમામ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો નિર્ધાર કરેલ છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના તમામ વોર્ડના ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલ કચરા માટે જે.સી.બી. તેમજ ડમ્પર મારફત નિકાલની કામગીરી કરાવવી. સવારના સમયે જુદા જુદા અધિકારીઓ દ્વારા ઇન્સ્પેકશન કરી હાલમાં કાર્યરત સખી મંડળોની કામગીરીનું મૂલ્યાંકન કરવું.

વોર્ડ વિસ્તારમાં આવેલ ખુબજ નાના કચરાના ઢગલા મીની ટીપર મારફત ઉપાડવાના રહેશે તથા મોટા કચરાના ઢગલા જે.સી.બી., ડમ્પર, ટ્રેકટર મારફત ઉપાડવાના રહેશે. દરેક વોર્ડની સોસાયટીઓ, રસ્તાઓ, રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો આવરી લેવા વધુમાં તેમજ વોર્ડની જાહેર મુતરડીઓ, સૌચાલયો, વોકળાઓ તેમજ રાજકોટ શહેરના દરેક વિસ્તારોમાં જંતુનાશક પાવડરનો છંટકાવ, જાહેર રસ્તા પર તેમજ ઘરમાં ફોગીંગ, ઘેર ઘેર પાણીના ટાંકામાં દવાઓ નાખવી તેમજ ગપ્પી માછલીનું વિતરણ કરવા સહિતની સફાઈ કામગીરી કરવા હાજર રહેલ તમામ અધિકારી/કર્મચારીઓને સૂચના આપેલ. તેમજ આ મિટીંગમાં પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, તથા ડો.ચુનારા તથા ડાઙ્ખ.વિસાણી, નાયબ પર્યાવરણ ઈજનેર ડી.યુ.તુવર, પ્રજેશ સોલંકી, વી.એમ.જીંજાળા, તમામ વોર્ડ ઓફિસરો સેનેટરી ઇન્સ્પેકટર્સ તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

(4:17 pm IST)