Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આઝાદખાન મેમોરીયલ કપ ઓપન ગુજરાત ટૂર્નામેન્ટમાં વાયબી સ્પોર્ટસ એકેડેમીનો ભવ્ય વિજય

વાય બી ૧૬૨/૧૦: ભૂજ ડીસ્ટ્રીકટ ૧૧૦/૧૦: સ્પિનરોનો તરખાટ

રાજકોટ,તા.૨૬: આઝાદખાન મેમોરીયલ કપના ફાઈનલમાં વાયબીસ્પોર્ટસ એકેડેમી રાજકોટ વિ.ભૂજ ડીસ્ટ્રીકટ વચ્ચે મેચમાં ભૂજ ડીસ્ટ્રીકટએ ટોસ જીતીને વાયબી  રાજકોટને પ્રથમ બેટીંગ આપતા  ૪૦ ઓવરમાં ૧૬૨ રન કરી ઓલ આઉટ થઈ ગયું હતું જેમાં ધારેશ ચાંગેલાના ૫૦ રન અને પ્રતિક સોનીના ૩૨ રન મુખ્ય હતા. જવાબમાં  ભૂજ ડીસ્ટ્રીકટ માત્ર ૧૧૦ રનમાં ઓલ આઉટ ગઈ ગયું હતું.

સ્પીન બોલીંગનું મુખ્ય આકર્ષણ એવા પ્રતિક સોની ૩ વિકેટ, મોઈન બલાપરીયા ૨ વિકેટ અને કુસલ સેતા ૨ વિકેટ લેતા ભૂજ ડિસ્ટ્રીકટ માત્ર ૧૧૦ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં માંડવીની ટીમ સામે વાયબી રાજકોટની ટીમએ ૨૬૬ રન કર્યા હતા. જેમાં રવિ નિમાવત- ૬૨ રન, અભિષેક નાગવાડીયા- ૫૬ રન અને પ્રતિક સોની- ૫૨ રન મુખ્ય હતા. ટૂર્નામેન્ટની હોટ ફેવરીટ ગણાતી નીલકંઠની ટીમ કે જેમાં નામાંકિત રણજી ટ્રોફી પ્લેરો હતા સામે બીજા મેચમાં વાયબીની ટીમએ ૨૩૪ રન કરી વિજય મેળવ્યો હતો.

સનશાઈન ગ્રુપ દ્વારા આયોજીત ઓપન ગુજરાત આઝાદખાન મેમોરિયલ કપમાં ઓર્ગેનાઈઝર ફિરોઝખાન, સંજયભાઈ ગાંધી, શ્રી ચક્રવર્તી તેમજ પુરા સનશાઈન ગ્રુપએ આયોજન કરેલ. આ ગ્રુપ (સંજયભાઈ ગાંધી તેમજ સમગ્ર સનશાઈન ગ્રુપ) સૌરાષ્ટ્રના તમામ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

વાયબી સ્પોર્ટસ એકેડેમી દ્વારા રેસકોર્ષ મેદાન પર સામાન્ય ફેસેલીટી સાથે ક્રિકેટરોને પુરતું ક્રિકેટ કોચિંગ પૂ રું પાડે છે. એકેડેમીના કોચ તેમજ ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર યુસુફભાઈ બાંભણિયા અને ફિરોઝભાઈ બાંભણિયા તેમજ પૂરી કોંચિગ ટીમ પુરા વર્ષ દરમિયાન તમામ ખેલાડીઓને ૭૦થી વધારે પ્રેકટીસ મેચ તેમજ ઈન્ટર ડિસ્ટ્રીકટ તથા ઈન્ટર સ્ટેટ કલબ ટુર્નામેન્ટ માટે મોકલતી હોય છે.

એકેડેમીમાં સવાર અને સાંજ બે બેચમાૂં કોચિંગ ચાલુ જ રહે છે. કોચ યુસુફ બાંભણિયાનું માનવું છે કે ક્રિકેટ એક ગોડ ગીફટ અને નેચરલ રમત છે, પરંતુ  સભ્યતા અને માનવતાએ માણસ પ્રથમ પોતાના કુટુંબથી પછી સ્કૂલથી અને ત્યારબાદ સ્પોર્ટ્સથી શીખે છે. જે હાલના યુગમાં બહુ ઓછી માત્રામાં જોવા મળે છે. ગ્રીનફાર્મ સ્કૂલના ધીરેન્દ્રભાઈ કોરાટએ પોતાનું પાંચ એકરમાં ફેલાયેલું લસ્ટ ગ્રીન ગ્રાઉન્ડ ૨૫ એપ્રિલથી વાયબીના ખેલાડીઓને પ્રેકટીસ માટે ઉપલબ્ધ કરી રહી છે. જેમાં અનેક આધુનિક ફેસિલિટી ખેલાડીઓને ઉપલબ્ધ થશે. એકેડેમીમાં પ્રેસિડેન્સ અને મુખ્ય કોચ યુસુફ બાંભણિયા, ફિરોઝ બાંભણિયા, આરીફ ખોખર, રવિ નિમાવત, રવિ ગેડિયા, વિવેક ઠાકુર, નિખિલ સામાનાની, સ્મિત ધરસંડિયા, ધર્મેશ હડિયા, મોહિત બગથરીયા, યુવરાજ વીરડા, જતિન પીઠડીયા જેવા ખેલાડીઓ પોતાની પ્રેકટીસ ઉપરાંત મહેનત કરી રહયા છે.

(4:04 pm IST)