Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે ધર્મેશ પીઠવા દ્વારા વિનામુલ્યે હેલ્પલાઇન શરૂ

 રાજકોટઃ તા.૨૬, સવ્યાસાચી એજ્યુકેશન ચેરીટેબલ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી યુવાનો અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવા અને પરીક્ષાનો ડર દુર કરવા  તથા કેરીયર પસંદગી માટે શુલ્ક હેલ્પલાઇન ચલાવામાં આવે છે. જેનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થી તથા વાલીઓ સુધી પહોંચે એ માટે સંસ્થાના સ્થાપક ધર્મેશ પીઠવા અને એમની ટીમ આશિષ કાચા, નિધિ પીઠવા, જીગ્નેશ સિધ્ધપુરા, અંકુર સામાણી, અને પ્રિતી પટેલ દ્વારા નિઃશુલ્ક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે.

 એક ખાનગી સર્વે મુજબ સમગ્ર ભારતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે, અને અનેક યુવાનો ની ખોટ પરિવાર અને ભારત દેશને ભોગવવી  પડે છે. આ માટે શ્રી ધર્મેશ પીઠવા દ્વારા '' પરીક્ષાનો આનંદ માણો'' જેવા સેમિનારનું દરેક સંસ્થાના, શાળા અને કોલેજમાં આયોજન કરી વિદ્યાર્થીઓને મોટીવેશન આપવામાં આવે છે.

 આ અંગે વધુ માહિતી  અને હેલ્પલાઇન માટે ૯૩૨૮૦ ૨૮૦૨૮, ૯૪૨૬૨ ૪૯૬૨૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:03 pm IST)