Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કલીન સીટી, ગ્રીન સીટી... સીવીલ હોસ્પિટલમાં સફાઇ અભિયાન

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા ગુરૂપુજા દિવસની અનોખી ઉજવણી

 રાજકોટઃ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સ્વંયસેવક તથા ભકતોએ બાબા હરદેવસિંહ મહારાજના જન્મદિવસને '' ગુરૂ પુજા દિવસ''ના રૂપમાં મનાવ્યોે. એમના હાથમાં થાળી કે ન  હતી પુષ્પમાળા. પણ તેઓ હાથમાં ઝાડું લઇને સિવીલ હોસ્પીટલને સાફ કરી ચમકાવામાં લાગી રહયા. સદ્ગુરૂમાતા સવિંદર હરદેવજી મહારાજના માર્ગદર્શનમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનમાં દેશવ્યાપી અભિયાનને ધ્યાનમાં લઇને દેશના લગભગ ૨૫૦ શહેરોની ૬૦૪ હોસ્પીટલની સાથે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં નિરંકારી ભકતો તથા સ્વયંસેવકો એ સફાઇ અભિયાન શરૂ કર્યું, રાજકોટ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી અર્જુનદાસ કેસવાણીજીના સાનિધ્યમાં સેવાદલ સંચાલક શ્રી મનમોહન સાધવાણીજી એ સફાઇમાં યોગદાન આપવા આવેલ સેવાદળ તથા ભકતોને પ્રાર્થના કરાવી તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે વૃક્ષારોપણ અને સફાઇ માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી ત્યારબાદ સદ્ગુરૂ માતા સવિંદર હરદેવજી મહારાજના નામના જયકારા સાથે સફાઇમાં જોડાઇ ગયા. આ સફાઇ અભિયાનમાં મુખ્યમહેમાન તરીકે શ્રી મનિષભાઇ મહેતા (સુપ્રિટેન્ડેન્ટ ઓફ સિવિલ હોસ્પીટલ) એ હાજરી આપી હતી અને આ અભિયાનની ખુબ પ્રશંસા કરી હતી. તેમ સંત નિરંકારી મંડળની રાજકોટ બ્રાંચના શ્રી ગુરૂદીપ મંજાણ (મો.૮૮૬૬૨૧૩૪૨૧) ની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)