Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અડપલા નહિ કરવા દેતાં લગ્નનો ઇન્કાર કરી ધમકીઃ સદરના મહમદહનિફ સુમરાની ધરપકડ

ફોટા વાયરલ કરી દેવાની અને બદનામ કરવાની પણ ધમકી આપીઃ મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટઃ સદર બજારમાં મસ્જીદ પાસે રહેતાં મહમદહનિફ સલિમભાઇ સુમરા નામના નામના બેંકમાં ફાયનાન્સ વિભાગમાં નોકરી કરતાં યુવાન વિરૂધ્ધ એક યુવતિએ પોતાની સાથે અડપલા કરી ફોટા ફાયરલ કરી દેવાની અને બદનામ કરવાની ધમકી આપતાં મહિલા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ૨૧ વર્ષની છે અને બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.  તે એપ્રેન્ટીસ તરીકે નોકરી કરતી હતી ત્યારે સલિમે તેને ફોન કરી કહેલ કે આપણા બંનેના લગ્નની વાત ચાલુ છે તો તું મળવા આવ જેથી આપણે એક બીજાથી પરિચીત થઇએ. જેથી પોતે તેને મળવા ગઇ હતી. એ પછી વારંવાર મળતા હતાં. પણ જ્યારે મળે ત્યારે વધુ છુટછાટ લેવાની કોશિષ કરતો હોઇ તેને આવુ કરવાની ના પાડી દેતાં ૧૪મીએ તેનો જન્મ દિવસ હોઇ કોફી શોપમાં લઇ ગયા બાદ પ્રેમ મંદિર સામેના બગીચામાં લઇ જઇ બિભત્સ અડપલા કરતાં ના પાડતાં તેણે હવે તારી સાથે કોઇ સંબંધ રાખવો નથી અને લગ્ન પણ કરવા નથી. આપણા ફોટા વાયરલ કરી તને સમાજમાં બદનામ કરી દઇશ તેમ કહી ધમકી આપી એકલી મુકીને ભાગીગયો હતો.

તેને મનાવવાના અનેક પ્રયાસ કર્યા હતાં. પણ તે માન્યો નહોતો. આ અંગે પોલીસે આઇપીસી ૩૫૪, ૫૦૬ મુજબ ગુનો નોંધી મહમદહનિફ સુમરાની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી. પી.આઇ. પી. બી. સાપરાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. કે. દેસાઇ અને ગઢવીભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)