Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ખેડુતોનો કપાસનો પાક વિમો કયારે આપશો કલેકટર કચેરીએ દેખાવોઃ આવેદન અપાયું

ન્યાય નહી મળે તો ખેડુતો રસ્તા ઉપર આવી જશેઃ આત્મહત્યાની ચેતવણી

ખેડુતોએ કપાસના પાક વિમા પ્રશ્ને કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૬: રાજકોટ જીલ્લા પંચાયતના નાનજીભાઇ ડોડીયા અને સંજયભાઇ ખુંટ તથા અન્ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યુ હતું કે જીલ્લામાં ખેડુતોની કપાસનો વર્ષ ર૦૧૬/૧૭ નો પાક વીમો કયા કારણસર ચુકવામાં નથી આપેલ અને મગફળીનો તો વીમો આડેધડ ખેડુતને મળેલ છે. તો કપાસનું વાવેતર જે ખેડુતોએ કરેલ છે. તેમને આ હળહળતો અન્યાય શા માટે? આપને વિનંતી કે જીલ્લાના ખેડુતોને વહેલી તકે પાક વીમો ચુકવવા અમારી માંગણી છે અને મગફળીનો જે ચાર માસનો પાક જયારે કપાસ તો આઠ માસનો પાક છે અને તે સંદર્ભે વર્ષ ર૦૧૬-૧૭માં નિષ્ફળ ગયેલ છે. હાલ ખેડુતોને વર્ષ ર૦૧૬-૧૭ના વર્ષનો બેન્ક તથા મંડળીમાં વસુલાતનો અત્યારે સમય છે એ ખેડુતો પાસે હાલ ખાતર સુપરમાં પણ સરકારે તોતીંગ વધારો કરેલ છે. ઉપરોકત બાબતે વહેલી તકે અમોને જો ન્યાય નહિ મળે તો ખેડુતો ટુંક સમયમાં રોડ ઉપર આવી જશે અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશેે અને ખેડુતોને આત્મહત્યાનો વારો આવશે તો આપને નિવેદન છે કે જલ્દી કપાસનો પાક વિમો સરકાર અને વીમા કંપની ચુકવે તેવી માંગણી છે.

(4:01 pm IST)