Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદરમાં બાઇકની ઠોકરે ચડતાં મ્હેર પ્રોૈઢ વિરમભાઇ ઓડેદરાનું મોત

રાજકોટ તા. ૨૬: પોરબંદરમાં રસ્તો ઓળંગી રહેલા મ્હેર પ્રોૈઢનું બાઇકની ઠોકરે ચડી જતાંગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ પોરબંદર એરપોર્ટ રોડ પર સિતારામનગરમાં રહેતાં વિરમભાઇ ગોગનભાઇ ઓડેદરા (ઉ.૫૫) ૧૫મી તારીખે ઘર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ પુષ્પાબેન અને મદદની કૃષ્ણસિંહએ જરૂરી કાર્યવાહી કરી કાગળો પોરબંદર પોલીસને મોકલ્યા છે. (૧૪.૮)

 

(12:54 pm IST)