Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગોંડલના બિલડી ગામના લેઉવા પટેલ વૃધ્ધા હેમીબેનનો સળગીને આપઘાત

રાજકોટ તા. ૨૬: ગોંડલના બિલડી ગામે રહેતાં હેમીબેન પોપટભાઇ વાટીયા (ઉ.૬૫) નામના લેઉવા પટેલ વૃધ્ધાએ ૨૧મીએ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે તેમણે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર મહેશભાઇ છે. પતિ પોપટભાઇ પુનાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. માનસિક બિમારીથી કંટાળીને હેમીબેને આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. (૧૪.૮)

(12:53 pm IST)