Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રફી-મુકેશ-કિશોરનો સંગમ...રાત્રે જૂના ગીતો વરસશે

સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમઃ શ્રીદેવીને વિશેષ અંજલી અપાશે : અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટથી સાઉન્ડ પરફેકટ બને છેઃ મયુર સોની : બાળપણથી જ લતાજી જેવું ગાવાની ધૂન ચઢી હતીઃ રેખાબેન રાવલ : સંતોષકુમાર દ્વારા લાઇવ સેકસોફોન અને રોબીન દ્વારા લાઇવ સોલો વાયોલીનનો અનોખો પ્રયોગ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સૂર સાનિધ્યના આયોજકો અને કલાકારો નજરે પડે છે. તારીકભાઇ સયદ, મયૂરભાઇ સોની, ગાર્ગી નિમ્બાર્ક, રેખા રાવલ, શિવમ્ રાવલ, દિલીપભાઇ રાવલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૬ : આજની રાત રાજકોટ સૂરના સાનિધ્યમાં લપેટાશે. સૂર સાંનિધ્ય ઇવેન્ટ દ્વારા રાત્રે જૂના ગીતોનો ત્રિવેણી સંગમ જેવો શ્રેષ્ઠત્તમ કાર્યક્રમ આયોજિત થયો છે. કાર્યક્રમના આયોજકો અને કલાકારો 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

રફી સાહેબનો આબેહુબ અવાજ ધરાવતા વડોદરાના તારીકભાઇ સૈયદ રાજકોટવાસીઓને ડોલાવશે. તારીકભાઇ કહે છે કે, જૂના ગીતોમાં મીઠાસ ખૂબ ભરી છે. આ ગીતો પ્રાર્થના સમાન છે. ઉત્તમસ્તરના ગીતકારો, સંગીતકારો અને ગાયકોએ ગહન સાધના થકી પ્રસાદીરૂપ આ ગીતો આપ્યા છે. દાયકાઓ બાદ પણ આ ગીતો લોકપ્રિય છે.

તારીકભાઇ કહે છે કે, જૂનું સંગીત તન-મન પર અસર કરે છે. ગીતો સાંભળનાર-ગાનારની દુનિયા બદલી જાય છે.

લતાજીના અવાજને આત્મસાત્ કરનાર રેખાબેન રાવલ આજે સૂરનો અનોખો રંગ રેલાવશે. રેખાબેનના પિતાશ્રી ગાયક હતા. સંગીતનો વારસો પ્રાપ્ત થયો છે. તેઓ કહે છે કે, બાળપણથી જ લતાજી જેવું ગાવાની ધૂન ચઢી હતી. લતાજીને ખૂબ સાંભળ્યા ખૂબ ગાયા છે.

રેખાબેન મૂળ વલસાડના છે. તેઓના જીવનસાથી દિલીપભાઇ કિ-બોર્ડ પ્લેયર છે. આ યુગલ વડોદરામાં સ્થાયી થયું છે અને સતત સંગીતની સાધના કરે છે. રાવલ દંપતીનો પુત્ર શિવમ્ ચેન્નાઇમાં એ.આર. રહેમાનની ઇન્સ્ટટયુટમાં સંગીતની સાધના કરે છે.

આજના કાર્યક્રમમાં મુકેશના ગીતો મુખ્તાર શાહ રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષિકા ગાર્ગી નિમ્બાર્ક કરશે. તેઓએ જર્નાલીઝમમાં માસ્ટર ડીગ્રી લીધી છે અને જૂના ગીતો ગાવા ઉપરાંત જૂના ગીત-સંગીતની વિશેષતાઓ પર લેખન કરવાનો શોખ ધરાવે છે. ગાર્ગી નિમ્બાર્ક કહે છે કે, નવા ગીતોનું આયુષ્ય ઓછું છે, તેમાં હૃદયસ્પર્શી તત્વનો અભાવ હોય છે. જૂના ગીતો નવી પેઢીમાં પણ છવાયેલા છે કારણ કે આ ગીતોના તત્વો દિલો-દિમાગને ઝણઝણાવે છે.

આજના કાર્યક્રમમાં લોકપ્રિય સંગીતકાર મયૂરભાઇ સોની જમાવટ કરનાર છે. તેઓ કહે છે કે, અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટથી સાઉન્ડની ડેફ્ટ વધે છે. મયૂરભાઇ એક સાથે સ્ટેજ પર ત્રણ-ચાર કિ-બોર્ડ વગાડીને કમાલ કરે છે.  તેઓ કહે છે કે, દરેક કિ-બોર્ડની વિશેષતાઓ અલગ-અલગ હોય છે.

 આજે  તા.૨૬ સોમવારના રોજ સુર સાનિધ્યે ઇવેન્ટ્સ આર.ડી. ઠકકર પ્રસ્તુત...ધ મ્યુઝિકલ ગોલ્ડન એરા ઓફ મુકેશ- કિશોર-રફિના ટાઇટલે રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે હેમુ ગઢવી હોલ (મેઇન) ખાતે એક રંગારંગ ભવ્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ભારતીય હિન્દી ફિલ્મ જગતના સુનેરી કાળના મુકેશજી, કિશોરદા, રફિ સાહેબ તેમજ લતાજી- આશાજીના કંઠે ગવાયેલા  સુનેરી ગીતોનો અવિસ્મરણીય કાર્યક્રમ ભારતના નામાકંીત કલાકારો શ્રી મુખ્તાર શાહ,શ્રી તારીફ સૈયદ, શ્રીમતી રેખાબેન રાવલ તેમજ શ્રી આર.ડી. ઠકકર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત સંચાલન ભારતનું સુવિખ્યાત ઓરકેસ્ટ્રા '' હનીટ્યુન બેન્ડ્સ'' અને તેના સંચાલક શ્રી મયુરભાઇ સોની (ભુજ) અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં શ્રી સંતોષકુમાર દ્વારા લાઇવ સેકસોફોન તેમજ શ્રી રોબીન દ્વારા લાઇવ સોલો વાયોલીનનો પણ અનોખો પ્રયોગ કરવામાં આવેલ છે.

 આ કાર્યક્રમના પ્રમુખ ગાયક કે જેઓ મુકેશજીના અવાજ માટે દેશ વિદેશમાં મશ્હુર છે એવા શ્રી મુખ્તારભાઇ શાહ પોતાના ગીતોને મુકેશજીનો કંઠ આપી ગીતોને જીવંત કરશે. જેઓ સમગ્ર ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ પોતાની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધેલ છે જેઓએ હાલમાં જ સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન સાહેબની હાજરીમાં તેમના શોમાં તેમના જ ફિલ્મનું '' કભી કભી મેરે દિલ મેં.... ખ્યાલ આતા હે'' ગીત ગાઇને બીગ-બી ને પણ પોતાની ગાયકીના દિવાના બનાવી દીધા હતા. તેવા શ્રી મુખ્તાર શાહ આ કાર્યક્રમમાં પોતાનો કંઠ પાથરી શ્રોત્રાઓને મંત્રમુગ્ધઙ્ગ કરી દેશે. તેવા જ આ ર્કા્યક્રમમાં બીજા પ્રમુખ ગાયક શ્રી તારીકભાઇ સૈયદ કે જેઓ રફી સાહેબના મખમલી અવાજના માલીક છે. તેઓ પણ સમ્રગ ભારતમાં અને વિદેશોમાં રફી સાહેબની ઉચ્ચકોટીની ગાયકીથી સંગીત પ્રેમીઓના દિલમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ફિલ્મ જગતના અનેક દિગ્ગજ ગાયક કલાકારો સાથે તોએ ઘણા સ્ટેજ શો કરેલ છે અને પોતાની કલાથી સંગીત જગતના એક ટોચનું સ્થાન હાંસીલ કરેલ છે એવા શ્રી તારીકભાઇ સૈયદના પોતાના મખમલી અવાજથી સંગીત પ્રેમીઓને ઝુમાવી દેશે.

 આ કાર્યક્રમના ત્રીજા પ્રમુખ ગાયક શ્રીમતિ રેખાબેન રાવલ કે જેઓ કોકીલકંઠ લત્તાજીના ગીતોની ગાયકી તેમજ સ્ટેજ પર પોતાની અદાકારીથી સંગીપ પ્રેમીઓના દિલ પર રાજ કરે છે.  ભારતના ટેલીવીઝનનાં ઇતિહાસમાં સોની ટી.વી.ના  લોકપ્રિય રીયાલીટી શો એકસ ફેકટરના સઝદા સિસ્ટર તરીકેના  શોમાં પ્રથમ રનર- અપ રહી ભારતના જ નહિ પરંતુ વિદેશોના સંગીત પ્રેમીઓની બહોળી લોક ચાહના મેળવી ઉંચાઇઓના શિખરો સર કરેલ છે. અને હાલમાં જ ગુજરાતી ટીવી ચેનલ ઝી-૨૪ દ્વારા અપાતા '' ગુજરાત ગૌરવ''નો ગાયકી પુરસ્કાર નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલનાં હસ્તે આપવામાં આવેલ છે.  તેવા દિગ્ગજ કલાકાર શ્રીમતી રેખાબેન રાવલ આ કાર્યક્રમમાં પોતાની ગાયકીના જાદ્દુથી શ્રોતાઓમાં છવાઇ જશે. કાર્યક્રમના ચોથા ગાયક શ્રી આર.ડી. ઠકકર કે જેઓ હિન્દી ફિલ્મ જગતના હર ફન મૌલા ગાયક કિશોરકુમારનાં અવાજને પોતાના કંઠેથી પુરેપુરો ન્યાય આપે છે. ટુંકાગાળાની મહેનત અને લગ્ન ખુબ જ મોટા ગજાના કલાકારો સાથે સ્ટેજ શોમાં પોતાની ગાયકીથી શ્રોતાઓના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી ચુકેલ છે. તેઓ આ કાર્યક્રમમાં પોતાના દદીલા અવાજથી શ્રોતાઓના દિલમાં અવાજથી શ્રોતાઓને ડોલાવી દેશે. કાર્યક્રમમાં સંગીતનો સથવારો ભારતમાં તેમજ વિદેશોમાં જેઓની બોલબાલા છે તેવા '' હનીટ્યુન બેન્ડના'' શ્રી મયુરભાઇ સોની કે જેઓ નાની ઉમરે ફિલ્મ જગતમાં નામી કલાકારો સાથે સંગીતનો જાદુ પાથરી સફળતાના શિખરો સર કરેલ છે. તેવા શ્રી મયુરભાઇ સોની આ કાર્યક્રમમા સંગીત આપી શ્રોતાઓને ભાવવિહોર કરી દેશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, કાર્યક્રમમાં લાઇવ સેક્રસોફોન તેમજ લાઇવ સોલો વાયોલીનનો ઘણા ગીતોમાં પ્રયોગ કરેલ છે ે શ્રોતાઓના હૃદયને સ્પર્શી જશે. આ કાર્યક્રમને માણવા તેમજ વધુ માહિતી મેળવવા યશ ઠકકર, મોબાઇલ નં.૯૯૭૮૬૦૦૦૫૫ ઉપર સંપર્ક કરવા વિનંતિ .

(4:36 pm IST)