Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

દરજી વૃધ્ધ દેવજીભાઇએ ગળાફાંસો ખાધોઃ પત્નિ જોઇ જતાં બચી ગયા

કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં બનાવઃ બિમારીથી કંટાળીને પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર નં. ૧૯૩માં રહેતાં દેવજીભાઇ મોહનભાઇ પરમાર (ઉ.૭૦) નામના દરજી વૃધ્ધે સાંજે ઉપરના રૂમમાં કાપડના પીશના ટૂકડા ભેગા કરી તેનો ગાળીયો બનાવી લાકડાની આડીમાં બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પત્નિ જસુબેન જોઇ જતાં તાકીદે નીચે ઉતારી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

દેવજીભાઇ બે ભાઇ અને સાત બહેનમાં વચેટ છે અને એક તરફનું નાક બંધ થઇ ગયું હોઇ શ્વાસ લેવામાં તકલીફ પડી હોઇ જેથી કંટાળી જતાં આ પગલું ભર્યાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્ર દરજી કામ કરે છે. તે કપડા સિવતા હોઇ તેના ટૂકડા વધ્યા હોઇ તે ભેગા કરી ગાળીયો બનાવ્યો હતો.  દેવજીભાઇને દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(10:18 am IST)