Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટના વેપારી રવિ વાગડિયાના બેન્ક ખાતામાંથી 14 લાખની છેતરપિંડી

ઓનલાઇન બેન્કિંગ વ્યવહાર કરતા રવિનું મોબાઈલ કાર્ડ બંધ કરાવી હેકરે કોલકાતાના બે વ્યક્તિના ખાતામાં 13,88 લાખનું ટ્રાન્જેક્શન કરી નાખ્યું

રાજકોટ : રાજકોટના વેપારીના બેન્ક ખાતામાંથી 14 લાખની છેતરપિંડી થયાનો મામલો બહાર આવ્યો છે ભેજાબાજો દ્વારા ઓન લાઈન બેંક એકાઉન્ટ હેક કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ અંગેની વિગત મુજબ વાણિયાવાડી રોડ પર આવેલ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી રવિ વાગડીયા પોતાના દેનાબેંકના ખાતામાંથી ઓનલાઇન બેન્કિંગ વ્યહાર કરતો હતો, પરંતુ 3-4 દિવસ પહેલા તેના મોબાઈલમાં ઓનલાઇન બેન્કિંગનો ઓટીપી આવવાનું બંધ થઈ જતા તેને બીએસએનએલમાં તપાસ કરાવી હતી.

આ અંગે બીએસએનએલમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેનું મોબાઈલ કાર્ડ બંધ કરાવી દેવામાં આવ્યું છે અને તેમનું નેનો કાર્ડ પણ ઇશ્યૂ થઈ ચૂક્યું છે. બાદમાં થોડા જ સમયમાં તેમના ખાતામાંથી કલકત્તાના બે વ્યક્તિઓના એકાઉન્ટમાં 13.88 લાખનું ટ્રાન્જેક્શન કરી નાખવામાં આવ્યું હતું. પોતાના ખાતામાંથી રૂ.13.88 લાખ હેકર દ્વારા એકાઉન્ટ હેક કરી કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.પોલીસે પણ ફરિયાદી રવિભાઈની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી છે.આ તપાસ માટે સાઇબર ક્રાઇમની પણ મદદ લઈ સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(9:16 am IST)