Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મહા સરસ્વતી

પરમાત્માના તમામ સ્વરૃપોમાં માનવ ક્ષતિઓ માનવીય ભુલો, માનવીય અપૂર્ણતાઓ પ્રત્યે સૌથી વધારે ક્ષમાશીલ, કરૃણાશીલ અને ઉદાર હોય તો એ ભગવતી મહાસરસ્વતી છે. એના માનવ બાળકો પ્રત્યેના પ્રેમ અને સૌંદર્યને કોઈ સીમા નથીઆવુ શ્રી અરવિંદનું કથન છે.

ભવાટવીમાં સૌથી વધુ ભટકાવનાર, દુર્બુદ્ધિ, દુષ્પ્રેરણ અને દુશ્ચરિત્રતા તરફ લઈ જનાર કોઈ યોગ મનુષ્યના જન્માક્ષરમાં બનતા હોય તો એ રાહુના કારણે બને છે. નબળો રાહુ અસાધ્ય અને નિદાન ન થઈ શકે એવા રોગ ગાંડપણ, મનોવ્યાધિ, વ્રણ, અભિશપ્ત જીવનયોગના કારક બને છે. ભગવતી મહાસરસ્વતીની ઉપાસના રાહુના કારકત્વમાં આવતા તમામ દુષ્પરિબળોથી મુકત કરવા માટે રામબાણ ઉપાય છે.

મારા સ્વાનુભવની એક વાત કરૃ તો મારા એક સંબંધીના પુત્રને કુસંગ થવાથી તે આડે રસ્તે ચડી ગયેલ એના ઉપાય તરીકે મેં સુચવેલ સરસ્વતી સુકતના ૧૦૦૦૦ પાઠ અને દશાંશ હોમ કરવાથી તે બાળક સુધરી ગયેલ મારા અંગત સગાનો હાઈપર કાઈનેટીક / અત્યંત ચંચાતુ બાળક જે ભણવામાં ધ્યાન નહોતો આપતો એ સિદ્ધ સરસ્વતી સ્તોત્રના પાઠ કરાવવાથી હક સામાન્ય સ્વરવિ બની ગયેલ મુંબઈના એક મનીષી શ્રી માધવાનંદજીએ મેન્ટલી ચેલેન્જડ બાળકો માટે અને સ્કુલોના તમામ સામાન્ય બાળકો માટે પણ થોડા સમય પહેલા એક દિવસીય પ્રયોગ રાખેલ. જેમાં વહીવટી તંત્રનો સહયોગ એમને પ્રાપ્ત થયેલ. ભગવતી મહાસરસ્વતીના વૈદિક સુકત સરસ્વતી રહસ્યોનિષદના પ્રયોગ દ્વારા એક જ દિવસમાં આશ્ચર્યકારક પરીણામો નિષ્પન્ન થયેલ.

પિતાંબરાપીઠ, દતિયાના સિદ્ધ સંત રાષ્ટ્રગુરૃસ્વામીજી સરસ્વતી માતાજીના પરમોપાસક હતા. આપશ્રી શિષ્યોને સિદ્ધ સરસ્વતી સ્તોત્રના પાઠ કરવાની ભલામણ કરનાર વર્તમાન સમયના પરમ યોગીની મા અંજુમાં પણ સિદ્ધ સરસ્વતી સ્તોત્રના સાધન દ્વારા મા સરસ્વતીની સાધના કરવાનું ખાસ ભાર આપીને કહે છે.

સા વિદ્યા યા વિમુકતયે - જે જન્મ મરણના ફેરામાંથી મુકત કરે, ભવસાગરમાંથી ઉગારે એવી વિદ્યાને જ વિદ્યા કહેવામાં આવે છે. આથી યથાર્થ વિદ્યા મા સરસ્વતીની આરાધના દ્વારા પ્રાપ્ત કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવવાનો સરસ્વતી આલીર્ભાવના મંગલપર્વ વસંત પંચમીએ સંકલ્પ લઈએ.

યોગેશ એન. ઠાકર

મો.૮૭૮૦૨૭૫૧૨૦

(4:31 pm IST)