Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

લહેરાતો ત્રિરંગો ધ્‍વજ અમારો

ભારત દેશમાં ર૬ જાન્‍યુઆરીનો દિવસ એક ઐતિહાસિક રાષ્‍ટ્રીય પર્વ ગણતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે સ્‍વતંત્ર ભારતની પ્રજા માટે અધિકારોના બંધારણો નકકી થયા હતા. દેશમાં દરેક શહેરમાં રાજયમાં અને ગામડામાં પણ અનેકવિધ કાર્યક્રમો સાથે રાષ્‍ટ્રધ્‍વજને શાન અને માનભેર ગૌરવથી લહેરાવે છે.

દેશ માટે સમર્પીત સેનિકો અને આજે પણ સરહદ પર લડતા શૂરવીરોને સ્‍વમાનભેરમ સલામી આપી ધ્‍વજની ગરીમાને દેશના દરેક નાગરિક આત્‍મભેર વંદેમારતમ્‌ ના નાદ સાથે દેશ ભકિતના ગીતોથી ગગન ગૂંજી ઉઠે છે. અનેક દેશ ભકિતો જેઓએ પોતાની જાતના બલીદાન આપી અને દેશને માટે શહીદી વ્‍હોરી અને અમર થઇ ગયા જેમકે બાબાશ્રી આંબેડકર પૂ. મહાત્‍મા ગાંધીજી શ્રી સુભાષચંદ્ર બોઝ, બહાદુર ભગતસિંહ આવા અનેક અમર આત્‍માને આજે ર૬ જાન્‍યુઆરીનાં કોટી કોટી વંદન કરી અને દેશભકિતની પ્રેરણા પ્રગટાવી આજે પણ દેશની રક્ષા કરી રહ્યા છે. દેશના શાંતિદૂત આત્‍મા અમર રહો.

‘‘ભલે રૂધિરના લાલ રંગમાં રંગાઇ લાલ બની કાયા હૃદય જપે મંત્ર શાંન્‍તિનો જગત શાંતિ ચાહુ છું.''

આજે પણ ભારત દેશનો સૈનિક માતૃભૂમિની રક્ષા માટે શહિદીના પથ પર બલીદાન આપી રહ્યાં છે. ‘‘પ્રાણ જાયે પણ વચન ન જાયે મૈં દેશ નહિં મીટને દૂંગા''ની પ્રતિજ્ઞા સાથે યોધ્‍ધા બની માતૃભૂમિનું અને દેશવાસીનું રક્ષણ કરી રહ્યાં છે. આજે આપણે સાથે મળી ગૌરવભેર  આપણા બહાદુર સૈનિકોને સલામી આપીએ અને પ્રાર્થના કરીએ કે ઇશ્‍વર તેને શકિત આપે રક્ષણ કરે.

એકવીસમી સદીમાં દેશ સુવર્ણ મહોત્‍સવ ઉજવી રહ્યો છે અને ‘‘આત્‍મ નિર્ભરના'' પથ પર પ્રયાણ કરી રહ્યો છે. આપણા લાડીલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીના નેતૃત્‍વ સાથે દેશ અને વિદેશોમાં પણ ભારતના ત્રિરંગા રાષ્‍ટ્રધ્‍વજ શાન વિશ્‍વમાં વ્‍યાપી રહી છે ‘‘અનેકતામાં એકતા''ના દર્શન દુનિયા કરી રહી છે. આપણી ધાર્મિક પરંપરા અને ઋષીમુનિઓના આશિર્વાદ જયાં શ્રી રામ અને શ્રી કૃષ્‍ણની અવતાર ભૂમિ અને અનેક મહત્‍માઓના આધ્‍યાત્‍મિક વારસા મળેલ આ પવિત્ર ભૂમિ એટલે મહાન ભારત દેશ આપણા રાષ્‍ટ્રધ્‍વજમાં પણ પવિત્રતાના દર્શન દેખાય છે. આજે ર૬ જાન્‍યુઆરીના સહુ સલામ કરી વંદેમાતરમ્‌ના નારા સાથે શપથ લઇએ.

નવા ભારતના નિર્માણમાં દેશના ભગીરથ કાર્યને સફળ કરવા અને ઋષિમુનીઓના દેશને ફરી પરંપરાગત સંસ્‍કૃતિને ઉજાગર કરવા નવા પથ પર પ્રગતિ કરવા પ્રયાસમાં ‘‘સબકા સાથ સબકા વિકાસ'' સાથે સુવર્ણ ભારતના સ્‍વપ્‍ના સાકાર કરવા આજના પવિત્ર દિવસે શપથ લઇએ ‘રાષ્‍ટ્રધર્મ સર્વોપરી' સમજી માતૃભૂમિનું શાન, માન સાંચવવા તન, મન, ધનથી મદદ કરવા તત્‍પર રહિએ અને ભારતને વિશ્‍વગુરૂ સ્‍થાપિત કરવા સહુના સહિયારા પ્રયાસથી સફળ રહીએ.

‘‘ ભારતના સંતાનો સહુ એક બની ચાલો માતૃભૂમિનું માન ચાહું છું, જલાવી દિલનો દિવડો એકતાનું અમર ગાન ગાયું છે''

જયહિન્‍દ,

જય ભારત

મૃદુલા એમ. ઠક્કર

(3:40 pm IST)