Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મિત પારેખના તબલા વાદનમાં સંગીત રસીકો તાલમય બની ગયા

રાજકોટઃ ભારતીય નૃત્‍યસંગીતમહાવિદ્યાલયના વિદ્યાર્થી મીત વિક્રમભાઇ પારેખ નો તબલા વાદન રંગમંચ પ્રવેશ કાર્યક્રમ યોજાયો. જેમાં શ્રીઝીન્‍દેહસન શેખ, શ્રી બીદારીદાન ગઢવી, વિમલભાઇ રાચ્‍છ, મનોજભાઇ રાચ્‍છ,  શ્રી જીજ્ઞેશભાઇ સુરાણી મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહયા હતા. મીત પારેખના તબલા વાદન સૌ સંગીત રસીકજનો તાલમય બની ગયા હતા. કૃણાલ વ્‍યાસ, રૂષીકેશ પંડયાની રજૂઆતથી સૌ કોઇનું મન મંત્રમુગ્‍ધ બની ગયુ હતુ. વિદ્યાલયના ડાયરેકટરે શ્રી રમણીકભાઇ માલકીયા તથા વિક્રમભાઇ પારેખે જહેમત ઉઠાવી હતી વધુ વિગત માટે મો.૯૪૨૬૭ ૮૪૯૫૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:39 pm IST)