Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ખાનગી ટ્રાવેલ્સની બસ પલ્ટી જતા ૧૩ને ઇજા

વડોદરાથી કચ્છ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસને માળીયા મિંયાણાના વાધરવા ગામના પાટીયા પાસે અકસ્માત નડયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : આજે વહેલી સવારે માળીયા મિંયાણા હાઇવે ઉપર વાધરવા ગામના પાટિયા નજીક વડોદરાથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી જતા બસમાં મુસાફરી કરી રહેલા ૧૩થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા હાઇવે ઉપર ૬.૩૦થી ૬.૪૫ના અરસામાં વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ વાધરવા ગામના પાટિયા પાસે પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા કુલ ૩૧ મુસાફરો મુસાફરી કરતા હતા જે પૈકી ૧૩થી વધુ મુસાફરોને નાની - મોટી ઇજાઓ પહોચતા સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં (૧) વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ ઉ.વ. ૪૨, રહે. ધોળકા (૨) વિનુભાઈ પરમાર (૪૫) રહે. અમદાવાદ (૩) વિજયભાઈઙ્ગ રામચંદ્ર ગુપ્તા (૨૩) અમદાવાદ (૪) ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (૨૪) રહે. આણંદ (૫) સૌરભ સોની (૩૦) રહે. બરોડા, (૬) દિપક પરસોત્ત્।મ આણદાની (૩૪) રહે. (૭) કલ્પના દિપક આણદાની(૩૪) આદિપુર (૮) રવિભાઈ પટેલ (૩૧) રહે. અંજાર (૯) ઇરસાદભાઈ આલમભાઈ (૩૨) ગાંધીધામ (૧૦) દિનેશભાઇ કાંતિલાલ (૫૮) કચ્છ (૧૧) કાનો દિનેશભાઇ (૧૯) અમદાવાદ (૧૨) દિગ્વિજયભાઈ કાનભાઈઙ્ગ (૫) સામીખિયારી અનેઙ્ગ (૧૩) લીલાબેન રાજેશભાઇ (૪૦) ગાંધીધામ નામના મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જો કે, સદભાગ્યે આ અકસ્માતમા કોઈ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે.

(3:27 pm IST)