Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

બેકીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે સજા કરવી જરૃરી છે કોર્ટ

રાજકોટ તા. રપ : ચેક રીર્ટનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને ૧-વર્ષની સજા તથા વળતરની રકમ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહેવાસી-ફરીયાદી-મનોજભાઇ દામજીભાઇ જાદવએ આરોપી-દિપ મનસુખભાઇ બોરડને નાણાંકીય અંગત જરૃરીયાત ઉભી થતા મિત્રતાના દાવે રકમ રૃા.ર,૦૦,૦૦૦ આપેલ હતા ત્યારબાદ લેણી રકમની માંગણી કરતા આરોપીઓ તેમની બેંક કોટક મહીન્દ્રા બેન્ક લી.,ની ચેક આપેલ જે ચેક ફરીયાદીએ તેમની બેંક એસ. બી. આઇ. માં જમા કરાવતા સદરહું ચેક ''ફંડસ ઇન્સફીસીયન્ટ'' ના શેરા સાથે પરત થતા ફરીયાદીએ આરોપી વિરૃધ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરેલ.

આ કેસ ચાલી જતા ધી-નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ -૧૮૮૧ ની કલમ -૧૩૮ માં જણાવેલ સજાની જોગવાઇઓ પણ લક્ષે લીધેલ છે તેમજ કલમ-૧૩૯ ના અનુમાનનું ખંડન કરવા માટે આરોપીએ સાક્ષીના પાંજરામાં આવવુ જરૃરી નથી. તેમજ આરોપીના બચાવ માટે તેના એડવોકેટ હાજર ન થતા આરોપીનો ઉલટ તપાસનો હક્ક બંધ કરેલ અને ફરીયાદીના એડવોકેટએ સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો અને રજુઆતો કરેલ જેથી દલીલો અને રજુઆતોને ધ્યાને રાખી ફરીયાદીની તરફેણમાં તેમજ આરોપી વિરૃધ્ધ આરોપી નં.૧- વર્ષની સજા તથા વળતર પેટે રકમ રૃા.ર,૦૦,૦૦૦ ચુકવવા તેમજ ૧-માસમાં ન ચુકવે તો વધુ -૬ માસની સજાનો હુકમ કરેલ હતો.

કોર્ટે હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદો ધ્યાને લઇ કોર્ટે પોતાના ચુકાદામાં કાયદા પાછળનો હેતુ તથા આરોપીની વર્તણુક લક્ષમાં રાખતા, આરોપી પ્રત્યે દયા રાખવી ન જોઇએ અને સમાજમાં દાખલો બેસે લોકોનું બેન્કીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોકકસપણે સજા કરવી જોઇએ.

આ કેસમાં ફરીયાદીના એડવોકેટની દલીલો તથા રજુઆત તથા સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના જજમેન્ટો ધ્યાને લઇ આરોપીને-૧ વર્ષની સજાનો હુકમ તથા વધુ-૬ માસની સજાનો હુકમ કરેલ છ.ે આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી બકુલભાઇ વી.રાજાણી, આર.ડી.ગોહીલ, પ્રકાશ પરમાર, કોમલ રાવલ, હર્ષ ઘીયા, વિજયસિંહ ઝાલા, ઇન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતા.

(3:25 pm IST)