Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

બીસ્‍વીન-મેકસ બેવરજીસ ડ્રીંકીંગ વોટર તથા દીવેલ ઘીનો નમુનો નાપાસ થતા ૩ વેપારીઓને ર૩ લાખનો દંડ

વોર્ડ નં. ૪ માં મનપાની ખાસ ઝૂંબેશઃ વિવિધ શાખાઓ દ્વારા ચેકીંગ : જાહેરમાં કચરો ફેંકનાર ૮ લોકો દંડાયાઃ ૯ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્તઃ દિવેલ તથા ગાયના ઘીના નમુના લેવાયા

રાજકોટ તા. ર૪ :.. મનપાના વન વીક વન રોડ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી દબાણ હટાવ, ફુડ શાખા, વેરા-વસુલાત, સોલીડ વેસ્‍ટ શાખા વગેરે દ્વારા લોકોની સુખાકારી માટે ડીમોલેશનના ચેકીંગ સહિતની કાર્યવાહી વોર્ડ નં. ૪ માં કરવામાં આવી હતી.

૧ર.૩૬ લાખની આવક

વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નંબર ૦૪માં ૫૦ ફૂટ કુવાડવા રોડ થી જુનો મોરબી રોડ થઇ ૮૦ ફૂટ રોડ કુવાડવા રોડ  પર વેરા વસુલાત શાખા તથા વ્‍યવસાય વેરા શાખા દ્વારા ટેક્‍સ રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. રૂ. ૧૨.૩૬ લાખની વેરા વસુલાત કરવામાં આવી તેમજ ૨ પ્રોપર્ટી સીલ કરવામાં આવેલ અને ૨૩ જપ્તીની નોટીસ આપવામાં આવેલ.

આ વિસ્‍તારોમાં વ્‍યવસાય વેરા રિકવરીની કાર્યવાહી કરવામાં આવી જે અંતર્ગત ૩૫ સુનવણી નોટીસ બજાવવામાં આવી, ૯ નવા EC એસેસમેન્‍ટ તેમજ રૂ. ૩૧,૨૦૦/- EC રિકવરી કરવામાં આવી. રૂ. ૪૮,૮૦૦/- RCરિકવરી કરવામાં આવી.

 ફૂડ શાખા દ્વારા રર લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બીસ્‍વીન બીવરેજીસ -મવડી મેઇન રોડ, બ્રીજની બાજુમાં, વૈદવાડી-૪, નાગરિક બેંકની સામે, રાજકોટ મુકામેથી બીસવીન વીથ એડેડ મિનરલ્‍સ પેકેજડ ડ્રીકીંગ વોટર (૧ લી. પેકડ પેટ બોટલ) નો નમુનો રિપોર્ટમાં એરોબીક માઈક્રોબાયલ કાઉન્‍ટ વધુ આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીને તથા ભાગીદારો -શૈલેષભાઈ મનસુખ ભૂત અને હસમુખભાઇ હીરજીભાઇ વાછાણીને મળી કુલ રૂટ્ટ.૧૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ પુરા) દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા  મેક્‍સ બેવરેજીસ -મારૂતિ કળપા, લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી બીસવીન વીથ એડેડ મિનરલ્‍સ પેકેજડ ડ્રીકીંગ વોટર (પ૦૦ એ.એલ. પેકડ પેટ બોટલ) નો નમુનો રિપોર્ટમાં યીસ્‍ટ અને મોલ્‍ડ કાઉન્‍ટ વધુ પ્રમાણ મળતા તથા એરોબિક માઈક્રોબાયલ કાઉન્‍ટ વધુ પ્રમાણમાં મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીને તથા નોમિની જગતભાઇ ગણેશભાઈ માતરિયાને મળી કુલ રૂ.૮ લાખ દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા ખોડિયાર પ્રોવિજન સ્‍ટોર -મારૂતિનંદન -૩ કોર્નર, વિશ્વેશ્વર મંદિર પાછળ, મવડી, રાજકોટ મુકામેથી દિવેલનું ધી (લુઝ) નો નમુનો રિપોર્ટમાં ધી માં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક -કળણાલભાઈ ભીમજીભાઈ વધાસીયાને રૂા.૫ હજાર  દંડનો હુકમ કરવામાં આવેલ છે.

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કુવાડવા રોડ ડી-માર્ટ થી ૮૦ ફૂટ મોરબી રોડ તથા ૫૦ ફૂટ રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૨૩ કિ.ગ્રા. વાસી/ અખાધ્‍ય ખોરાકનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો અને ૧૨ પેઢીને લાઇસન્‍સ મેળવવા તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ જેમા દિવેલનું ધીૅ (લુઝ) સ્‍થળ -ભક્‍તિનગર પો.સ્‍ટેશન, કોઠારીયા રોડ, સ્‍વિમિંગ પુલની બાજુમાં, રાજકોટ.

ગાયનું ધીૅ (લુઝ) : સ્‍થળ -ભક્‍તિનગર પો.સ્‍ટેશન, કોઠારીયા રોડ, સ્‍વિમિંગ પુલની બાજુમાં, રાજકોટ.

દબાણ હટાવ શાખા દ્વારા કેબીનો હટાવાઇ

મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા  આજે  શહેરના વિસ્‍તાર ૮૦ ફુટ અને ૫૦ ફુટ રોડ (કુવાડવા રોડથી મોરબી રોડ) પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્‍તા પર નડતર ૦૫ રેંકડી-કેબીનો ૮૦ ફુટ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૦૭ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ મોરબી રોડ બાયપાસ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૩૨૯ બોર્ડ બેનર ૮૦ ફુટ રોડ અને મોરબી બાયપાસરોડ પરથી જપ્ત કરવામાં આવેલ. તથા વહિવટી ચાર્જ ૭ હજાર કરવામાં આવેલ.

સોલીડ વેસ્‍ટ એ ૯ કિલો

પ્‍લાસ્‍ટીક જપ્ત કર્યુ

શહેરના મુખ્‍ય માર્ગ પર વન વીક વન રોડ અન્‍વયે ઝુંબેશ અનુસંધાને વોર્ડ નં. ૪ના ૮૦ ફુટ રોડ, ૫૦ ફુટ રોડ તથા જુનો મોરબી રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખા ધ્‍વારા કામગીરી કરવામાં આવેલ છે. જેમા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ ધ્‍વારા  જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ ૮ લોકોને રૂા. ૪ હજારનો દંડ કરેલ. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ ૧૫ લોકોને રૂા. ૧૪રપ૦ નો દંડ કરેલ જયારે ૯.પ કિ. ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટકી જપ્ત કરાયેલ.

ઉપરાંત બાંધકામનો કચરો  વોર્ડ નં ૪ ના ૮૦ ફુટ રોડ તથા મોરબી રોડ પરથી કુલ ૩૯ ડમ્‍પર ફેરા કરીને કુલ ૪૦૦ ટન જેટલો  નિકાલ કરવામા અવેલ છે. સાથે જ  વોર્ડ નં ૪ માં અવેલ ધોળકીયા સ્‍કુલ પાસેના વોકળાની સફાઈ કરવામાં અવેલ છે. જેમા કુલ ડમ્‍પરના ૨ ફેરા તથા ટ્રેક્‍ટરનો ૧ ફેરા કરવામાં આવેલ છે જેમા કુલ ૨૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ રપ૦૦ મીટર ડીવાડઇરની સફાઇ કરાયેલ.

ઉક્‍ત કામગીરી કમિશ્‍નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્‍નર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના પર્યાવરણ ઈજનેર એન. આર. પરમાર,  નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાઘેલા,  વી. વી. પટેલ, એસ. ઓ.  ડી. કે. સિંધવ વોર્ડના એસ. આઈ.  હરેશ ગોહેલ,  બી. કે. ધોળકીયા,  કૌશીક ચૌધરી તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા,   આર. યુ. ગઢવી,  મનિષ બારૈયા,  અશ્વિન વાઘેલા ધ્‍વારા કરવામાં આવેલ હતી.

બાંધકામ શાખા

વોર્ડ નં. ૪માં ૧૨૬ ચો.મી. માં મેટલ પેચ કરવામાં આવિંેલ તેમજ રોડની બંને બાજુના સાઈડના પડખામાં કુલ ૯૭૫ ચો.મી. માં પેવિંગ બ્‍લોક રીપેરીંગ કરવામાં આવેલ. ડ્રેનેજના મેનહોલ જેટીંગ મશીન તેમજ રિક્ષા દ્વારા    કુલ-૨૧ નંગની સફાઈ કરવામાં આવેલ. વોટર વર્કસ શાખા દ્વારા કુલ-૧૬ નંગ વાલ્‍વ ચેમ્‍બરની સફાઈ કરવામાં આવેલ. ડ્રેનેજ શાખા દ્વારા કુલ-૫૦ નંગએમએચ એન્‍ડ એચસી રોડ લેવલ કરવામાં આવેલ.

વન વીક વન રોડ અંતર્ગત ઈસ્‍ટ ઝોનમાં નાયબ કમિશ્‍નર આશિષ કુમારની અધ્‍યક્ષતામાં સીટી એન્‍જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ ડેપ્‍યુટી એકઝી. એન્‍જીનીયર વી. એચ. ગોહિલ તેમજ અ.મ.ઈ. દિનેશભાઈ વાળા, મ.ઈ.  નિકુંજભાઈ રાણપરા, અ.મ.ઈ. નીલેશભાઈ ભાસા તેમજ વર્ક આસી.  બાબુભાઈ, સચીનભાઈ અને ચિરાગભાઈની ટીમ દ્વારા વોર્ડ નં. ૪ માં બાંધકામ, ડ્રેનેજ અને વોટર વર્કસ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ.

 ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા

વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા ૮૦ ફુટ અને ૫૦ ફુટ (કુવાડવા રોડથી મોરબી રોડ સુધી ) જુનો મોરબી  રોડ  પર ૦૬ - હાઈરાઈઝ રહેણાંક બિલ્‍ડિંગ, ૦૧ - કોમર્શિયલ બિલ્‍ડિંગ, ૦૨ - સ્‍કુલ અને ૦૧ -  હોસ્‍પીટલ  આમ, કુલ ૧૦ બિલ્‍ડિંગમાં ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી કરી અને જેમાં  બોમ્‍બે સુપર હાઇટ-૩,  શહિદ ઉધમસિંહ ટાઉનશીપ (એ થી ઝી)  હાઇટસ, ક્રિસ્‍ટલ સીટી, શાંતિ સદન -૨ માં  બિલ્‍ડિંગને ફબ્‍ઘ્‍ રીન્‍યુઅલ -૦૫  અને ક્રિસ્‍ટલ સીટી-૨ માં ઇમરજન્‍સી માટે ફરતુ માર્જીન બંધ કરેલ તેને ખુલ્લુ  કરવા અંગેની -૦૧ એમ  કુલ-૦૬ને  નોટીસ આપવામાં આવી.

રોશની શાખા

રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા આજ રોજ વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના ૫૦ ફુટ રોડ (ડી-માર્ટ રોડ), ૮૦ ફુટ રોડ (કુવાડવા રોડથી મોરબી રોડ સુધી) તથા જુનો મોરબી રોડ ઉપર ત્રણ (૩) બંધ સ્‍ટ્રીટલાઇટ ને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તથા નડતરરૂપ દબાણને લગત જુદા જુદા ત્રણ લોકેશન પરથી ઇલેકટ્રીકલ સર્વિસવાયર દુર કરવામાં આવેલ છે.

(4:19 pm IST)