Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

આમંત્રણનો અસ્વીકાર કરી રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટની બહાર વકીલો દ્વારા ધ્વજવંદન

 

રાજકોટઃ ગણતંત્ર દિનની ઉજવણી સંદર્ભ રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ તથા સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવેલ પરંતુ નામદાર ગુજરાત હાઈકોટની કોરોના સંદર્ભે એસઓપી મુજબ વકીલોને કોર્ટમા પ્રવેશ સામે પાબંધી લગાવવામાં આવેલ છે.  ઉપરોકત નામદાર ગુજરાત હાઈકોર્ટની ૫૦૦ ધ્યાનમાં લઈ રાજકોટ બાર એસોશીએસના કાર્યકારી પ્રમુખ  એસ. કે. જાડેજા,  કાર્યકારી સેક્રેટરી ધર્મેશ સખીયા, ખજાનચી જીતુભાઈ પારેખ, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા, તથા કારોબારી સભ્યો અજય પીપળીયા, કિશન રાજાણી, નૃપેન ભાવસાર, કેતન મંડ, વિવેક સાતા, મનિષ પંડયા, નૈમિષ પટેલ, સહીતનાઓએ ડિસ્ટ્રીકટ કોર્ટના આમંત્રણનો અસ્વીકાર કરી રાજકોટ કોર્ટની બહાર અલગથી ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજેલ જે કાર્યક્રમમમાં કાર્યકારી પ્રમુખશ્રી એસ. કે જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.  આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોશીએશનના સેંકડો સભ્યો હાજર રહેલ તેમજ ભૂતપુર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણી, તથા ભુતપુર્વ સેક્રેટરી જીજ્ઞેશ જોષી, તથા બી.જે.પી. લીગલ સેલના કન્વીનીયર અંશ ભારદ્વાજ તથા સહ કન્વીનીયર સી. એસ. પટેલ, તેમજ સિનિયર એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, સંજયભાઈ જોષી, ડી. વાય ચોકસી, મનોજભાઈ તંતી, નિમેશ વેકરીયા, દિપકભાઈ દત્તા, હિતેષ ભાયાણી, રવી ધ્રુવ, ભાવેશ પટેલ, હેમાંગ જાની, નરોતમ જેઠવા, નિર્મલ બોરીચા, ચીમનભાઈ સાંકળીયા, એન. સી. ઠક્કર, જીજ્ઞેશ એમ. કારીયા, જયેન્દ્ર ગાંડલીયા, અજય દાવડા, મિત સોમૈયા, વિવેક ધનેશા, ધવલ મહેતા વિગરે  વકીલો હાજર રહેલ હતા.

(1:36 pm IST)