Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજકોટ મનપા દ્વારા ૭૩મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ: સેન્ટ્રલ ઝોન ખાતે ડૉ. પ્રદિપ ડવએ ધ્વજવંદન કરી, રાષ્ટ્ર ધ્વજને સલામી આપી

શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા મેયર: પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓની ઉપસ્થિતી

રાજકોટ : મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ  ૭૩મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં મેયર ડૉ. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી હતી.

 પ્રજાસત્તાક પર્વ ઉજવણી પ્રસંગે  મેયર ડૉ. પ્રદિપ ડવએ શહેરીજનોને શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યુ હતુ કે, ૭૩ માં પ્રજાસતાક પર્વની સર્વ નગરજનોને શુભેચ્છા આપતા મેયર ડૉ. પ્રદિપ ડવે જણાવેલ કે, ૧૮૫૭ થી શરૂ થયેલ ભારતની આઝાદીના સંગ્રામમાં સર્વોચ્ચ બલિદાન આપી ચિરંજીવી બની ચુકેલા તમામ શહીદો, ઉપરાંત દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી, સ્વતંત્રતાની લડાઈ લડનાર તમામ નામી અનામી દેશભક્ત સૈનિકો અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના આઝાદ ભારતના બંધારણના ઘડવૈયાઓને નતમસ્તક વંદન કર્યા હતા.

આ દેશમાં આઝાદી બાદ પણ અમુક વિસ્તારમાં ગુલામી જેવું વાતાવરણ હતું, પરંતુ દેશના સ્વપ્નદ્રષ્ટા તેમજ હિમતવાન રાજપુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અથાગ જહેમત ઉઠાવી કલમ ૩૭૦ દુર કરી, આ દેશમાં એક જ સંવિધાન  છે તે બતાવી આપેલ છે. 

વિશેષમાં, મેયરશ્રીએ જણાવેલ કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી, આનંદી બેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરેલ છે. રાજકોટ શહેરએ પણ તેની સાથે કદમ મીલાવી, સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસો ચાલુ કર્યા છે. રાજકોટમાં પ્રાથમિક સુવિધાના કામો જેવા કે, રસ્તા, પાણી વગેરે ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. શહેરમાં વિશ્વ કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ , ઈલેકટ્રિક બસ, આરોગ્ય કેન્દ્રો તેમજ શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ પાંચ બ્રીજોના કામો ચાલી રહેલ છે. બે દિવસ પહેલા જ રાજ્યના માન મુખ્યમંત્રીના વરદ હસ્તે લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ અન્ડરબ્રિજ નું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ બ્રિજને “સી.ડી.એસ.જનરલ બિપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણ કરી જનતાને શ્રેષ્ઠ સુવિધા આપેલ છે.

 મહાનગરપાલિકાએ કોરોનાના કપરા કાળ દરમ્યાન  શહેરીજનોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો, દીનદયાળ ઔષધાલય, ધન્વંતરી રથ, સંજીવની રથ અને ૧૦૪ના માધ્યમથી શહેરભરમાં ઉત્તમ આરોગ્ય સુવિધા આપવામાં આવી રહી  છે. કોરોના કાળમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તેમજ એક પણ રજા મુક્યા વગર શહેરીજનોના સ્વાસ્થ્ય સંબંધી શ્રેષ્ઠ કામગીરી કરેલ છે.

કોરોના સામે રામબાણ ઈલાજ સમાન વેક્સિન ડોઝ આપવામાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ ખુબ જ સુંદર કામગીરી કરેલ છે. પ્રથમ ડોઝમાં ૧૨.૭૩ લાખ એટલે કે ૧૧૧% કામગીરી, બીજા ડોઝમાં ૧૧.૧૫ લાખ તેમજ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૭૫,૫૩૫ બાળકોને અને ૬૦ વર્ષથી ઉપરની વયના નાગરિકોને પ્રિકોશન કોવિડ વેક્સિન આપવામાં આવેલ છે. 

આપણું શહેર હજુ પણ વધુ સ્વચ્છ બને તે માટે આજના આ શુભ અવસરે સૌ સાથે જોડાઈ શહેરને સ્વચ્છ અને રળિયામણું હરિયાળું બનાવવા સંકલ્પ કરી, શહેરને ન્યુસન્સ પોઈન્ટ મુક્ત બનાવવા અભિયાન હાથ ધરેલ. આ અભિયાનમાં પણ સારૂ પરિણામ મળેલ છે. સાથે સાથે શહેર ગ્રીન બને તે માટે “ગો ગ્રીન યોજના” હેઠળ ફક્ત ટ્રી ગાર્ડ આપવાના બદલે, વ્રુક્ષારોપણ તેમજ વૃક્ષનો ઉછેર થાય તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે. 

શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં ૨૭૦૦૦ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. તેમજ ૭૦૦૦ થી વધુ આવાસોના નિર્માણની  કામગીરી હાલ ચાલુ છે.

રાજકોટ શહેરમાં શિક્ષ્ણની ઉતમ તકો ઉપરાંત મેડીકલ હબ, ઔદ્યોગિક વિકાસ, નવી જી.આઈ.ડી.સી. વગેરે ભવિષ્યના પ્રોજેક્ટ માટે પણ હરણફાળ ભરી રહેલ છે. ભવિષ્યમાં અમૂલ ડેરીના પ્રોજેક્ટથી પણ ધંધા રોજગારીની નવી તકોમાં વધારો થશે. 

આ ઉપરાંત શહેરીજનોને દૈનિક શુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં  મળી રહે તે માટે નવા ઈ.એસ.આર/જી.એસ.આર., ફિલ્ટર પ્લાન્ટ, ડી.આઈ.પાઈપલાઈન નેટવર્ક અંગેની કામગીરી  તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે તેમજ રાજકોટને પીવાના પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા માટે નિષ્ણાંતોની મદદથી નવા જળસ્ત્રોત, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરેના ભાવિ આયોજનો અંગે મંથન ચાલી રહ્યું છે. 

    શહેરનો સર્વાંગી વિકાસ થાય અને રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સિટી બને અને પૂ. મહાત્મા ગાંધીજીના સંદેશાને સાર્થક કરવા સ્વચ્છ શહેર બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા તંત્રના પ્રયાસને સફળ બનાવવા સૌ નગરજનોનો સહયોગ મળી રહ્યો છે તેમજ ભવિષ્યમાં આ પ્રકારે સહયોગ મળે તેવી અપેક્ષા રાખું છુ. તો ચાલો આપણે આ શુભ અવસરે સૌના સહિયારા પ્રયાસથી "મારૂ રાજકોટ, સ્વચ્છ, હરિયાળું અને અનેરું રાજકોટ" બનાવીએ. અંતમાં, ફરીને પ્રજાસતાક પર્વ પ્રસંગે સૌ નગરજનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી હતી.

પ્રસંગે મેયર પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડે. મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી, એ.આર. સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કોર્પોરેટર  મનીષભાઈ રાડિયા, હિરેનભાઈ ખીમાણીયા, અશ્વિનભાઈ પાંભર, હાર્દિકભાઈ ગોહિલ, નરેન્દ્રભાઈ ડવ, નિલેશભાઈ જલુ, ડૉ. અલ્પેશભાઈ મોરજરિયા, નીતિનભાઈ રામાણી, વિનોદભાઈ સોરઠીયા, રણજીતભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, નીરૂભા વાઘેલા, પરેશભાઈ પીપળીયા, દિલીપભાઈ લુણાગરિયા, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, રસીલાબેન સાકરિયા, મીનાબા જાડેજા, કંકુબેન કુન્ગશિયા, રુચિતાબેન જોશી, સોનલબેન સેલારા, ભારતીબેન પરસાણા, કંચનબેન સિધ્ધપુરા, મિતલબેન લાઠિયા, નયનાબેન પેઢડિયા, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, દેવુબેન જાદવ, મંજુબેન કુન્ગશિયા, ડૉ. દર્શનાબેન પંડ્યા, લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિના સભ્ય ફારૂકભાઈ બાવાણી, રવિન્દ્રભાઈ ગોહેલ, જાગૃતિબેન ભાણવડિયા, શાસકપક્ષ  કાર્યાલય મંત્રી જયંત ઠાકર તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ સેક્રેટરી ડૉ. એચ.પી.રૂપારેલીઆ, સિટી એન્જીનીયર એમ.આર. કામલીયા, પી.ડી.અઢિયા, કે.એસ.ગોહેલ, વાય.કે.ગોસ્વામી, એચ.એમ.કોટક, અલ્પના મિત્રા, બી.ડી. જીવાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, હરેશ કગથરા, વાસંતીબેન પ્રજાપતિ, સમીર ધડુક,   પી.એ. ટુ કમિશનર આર.આર. રૈયાણી, એન. કે. રામાનુજ, અજય પરસાણા, હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વકાણી, ડૉ. પી.પી. રાઠોડ, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, ગાર્ડન ડાયરેક્ટર ચૌહાણ, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, ઠેબા, પી.એ. ટુ મેયર કે.એચ.હિંડોચા, પી.એ. ટુ ચેરમેન સી.એન.રાણપરા, પી.એ. ટુ ડે.મેયર હસમુખ વ્યાસ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, આસી.મેનેજર અમિત ચોલેરા, લખતરીયા, કાશ્મિરા વાઢેર, વત્સલ પટેલ, જય ગજજર  તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારી, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(12:42 pm IST)