Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજકોટ જી.એસ.ટી.ના અધિકારી મદાણી ર૦ હજારની લાંચ લેતા ઝડપાયા

એસીબી ડાયરેકટર કેશવકુમારે તાજેતરમાં લીધેલી રાજકોટ મુલાકાતનો પડઘોઃ એડી. ડાયરેકટર બિપીન આહિરેનું માર્ગદર્શન : વેપારી પાસે ટેકસ રિફન્ડનુ લ્,૭૦,૦૦૦નુ બિલ પાસ કરી દેવા લાંચ માંગેલીઃ પી.આઇ.મયુરધ્વજસિંહ સરવૈયા-ડીવાયએસ.પી. એ.પી.જાડેજાનો સપાટો

રાજકોટ તા. રપ : રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ બપોરે બહુમાળી ભવનમાંં અત્યંત ગોપનીય રીતે ગોઠવેલી ટ્રેપમાં રાજય વેરા કચેરી યુનિટ-૯ર, ઘટક-૪ના અધિકારી મનોજ મનસુખભાઇ મદાણીને ર૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા હતા.

રાજકોટ એન્ટી કરપ્શન વિભાગના ડી.વાય.એસ.પી. એ.પી.જાડેજાનેએક વેપારી તરફથી ગુપ્ત ફરીયાદ મળી હતી કે રાજય વેરા યુનિટ (જીેઅસ.ટી.)ના વર્ગ-રના અધિકારી મનોજ એમ.મદાણી પાસે (ઇનચાર્જ જી.એસ.ટી. અધિકારી વર્ગ -ર) છેલ્લા કેટલાક દિવસોથી તેમણે ભરેલા ટેકસની મળવાપાત્ર ૯,૭૦,૦૦૦ની રિફન્ડ રકમનું બિલ ઝડપથી પાસ કરી  આપવા ધકકા ખાઇ રહ્યા હતા વાતચીત અને રકઝકને અંતે તેમણે આ બીલ પાસ કરી આપવા ર૦ હજાર લાંચ પેટે માંગ્યા હતા પરંતુ આ રકમ તેઓ (વેપારી) ચુકવવા માંગતા નથી.

આ ફરીયાદ સંદર્ભે ડી.વાય એસ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇનામયુરધ્વજસિંહ સરવૈયા અને એન્ટી કરપ્શનના સ્ટાફને કોઇ બહુમાળી કચેરીના જીએસટી વિભાગમાં કોઇને પણ ભનક ન પડે તેવી ટ્રેપ ગોઠવી હતી. વેપારીએ નકકી થયા મુજબ જીએસટી અધિકારી એમ. એમ. મદાણીને લાંચની રકમ ર૦ હજારનું પેકેટ આપતાની સાથે જ છૂપી રીતે ગોઠવાયેલા પી. આઇ. સરવૈયા અને સ્ટાફ ઓચીંતા જ પ્રગટ થતાં એમ. એમ. મદાણીના હોંશકોંશ ઉડી ગયા હતાં.

આ અધિકારીને પંચોની રૂબરૂ એસીબીએ  ઝડપી લીધા હતાં. એસબસ દ્વારા ટ્રેપની કાર્યવાહી પરિપૂર્ણ કર્યા બાદ અધિકારીના બેંક એકાઉન્ટ અને તેમણે ખાનગી રાહે ભ્રષ્ટાચારથી કોઇ માલ-મિલ્કતો ખરીદી છે કેકેમ ? તેની માહિતી મેળવવા કવાયત આદરી છે.

(4:20 pm IST)