Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગીતાજી તો અદભૂત ગંથ્ર છે, પાંચ-પાંચ હજાર વર્ષો થયા પણ તેના તેજ ઝાંખા પડયા નથીઃ પૂ.માધવપ્રિયદાસજી

એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે પાટોત્સવ ગીતાજયંતિની ઉજવણીઃ ઠાકોરજીને ૧૨૦૦ કિલોનો ફલફ્રુટ ધરાવાયો

રાજકોટઃ એસજીવીપી ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે પાટોત્સવ અંતર્ગત શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે શ્રીમદ ભાગવત ગીતાની વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.   વ્યાખ્યાન માળાના પ્રથમ દિવસે ગીતાજીનો મહિમા સમજાવતા સ્વામીજીએ જણાવ્યું હતું કે ગીતાજી તો અદભૂત ગ્રંથ છે પાંચ પાંચ હજાર વર્ષો થયા પણ તેના તેજ ઝાંખા પડ્યા નથી અને પડશે પણ નહીં ગંગાજી તો જ્ઞાનનો સાગર છે ભગવાન વ્યાસજીએ ગીતાજીની રચના કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે શ્રી મદ ભગવત ગીતા, ઉપનિસદ અને બ્રહ્મસુત્રોતો ભારતીય સંસ્કૃતિ ની આધાર શીલા છે.

 ઘનશ્યામ મહારાજના પ્રથમ પાટોત્સવ પ્રસંગે ૧૦૮ કળશથી, ગંગાજળ વગેરે પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ૧૨૦૦ કીલો ફળોનો ફલકૂટ ધરાવ્યો. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

(3:55 pm IST)