Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આજે વધુ ૭૬ લોકો માસ્ક વિનાના ઝડપાયાઃ ૭૬ હજારનો દંડ

જાહેરમાં કચરો ફેંકતા, થુંકતા તથા સિંગલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ર૪ દંડાયાઃ મ.ન.પા. દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. રપઃ શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરતા ૭૬ લોકો પાસેથી દંડ વસુલ કર્યો હતો. જાહેરમાં કચરો ફેંકતા, જાહેરમાં થુકતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીક ર૪ વ્યકિતઓ પાસેથી ૯૦૦૦ વહિવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે રપ ના રોજ શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરતા લોકો સામે ડ્રાઇવ કરવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ક નહીં પહેરનારા ૭૬ લોકો પાસેથી ૭૬,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ભિલવાસ હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ ફેંકતા ૧૦,૦૦૦ વહિવટી ચાર્જ વસુલાત કરેલ. જાહેરમાં કચરો ફેંકતા, જાહેરમાં થુકતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીક ર૪ આસામી પાસેથી ૯૦૦૦ વહિવટી ચાર્જ વસુલાત કરેલ.

ઘરની બહાર નીકળવાનું ટાળો અને બહુજ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હોં અને નાક ઢંકાઇ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.

ઉપરોકત કામગીરી નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેરશ્રી નીલેશ પરમાર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

કયાં ઝોનમાં માસ્ક વિનાના કેટલા દંડાયા

ઝોન

વ્યકિત

દંડની રકમ

ઇસ્ટ ઝોન

૧૪

૧૪૦૦૦/-

વેસ્ટ ઝોન

૧૩

૧૩૦૦૦/-

સેન્ટ્રલ ઝોન

૧૯

૧૯૦૦૦/-

જગ્યા રોકાણ

શાખા

૩૦

૩૦૦૦૦/-

(3:51 pm IST)