Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

એનડીપીએસના કેસમાં નવા કાયદા મુજબ બે શખ્સને પાસામાં ધકેલાયા

એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી અને ટીમ એ વોરન્ટ બજવણી કરી પાવન મકવાણા અને વિક્રમસિંહ જાડેજા ભુજ જેલહવાલે

રાજકોટ તા. ૨૫: નવા કાયદા મુજબ નારકોટિકસના કેસમાં સામેલ શખ્સો સામે પણ હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. આવા વધુ બે શખ્સને પી.આઇ.ટી. એનડીપીએસ અધિનિયમ ૧૯૮૮ની કલમ-૩ હેઠળ ડિટેઇન કરી ભુજ જેલહવાલે કરવામાં આવ્યા છે.

૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ ન્યુ રાજદિપ સોસાયટી-૧માં રહેતાં પાછન નટુભાઇ મકવાણા (ઉ.વ.૨૧) તથા નહેરૂનગર-૫ માલધારી ચોકમાં રહેતાં વિક્રમસિંહ સુખદેવ્ીસંહ જાડેજા (ઉ.વ.૨૨)ને  અગાઉ એસઓજીએ એનડીપીએસના ગુનામાં પકડવામાં આવ્યા હતાં. આ બંનેને નવા કાયદા મુજબ પાસામાં ધકેલવા એસઓજી પીઆઇ આર. વાય. રાવલે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ.ટી. મુજબ પાસા દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશકને મોકલતાં ત્યાંથી દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરવામાં આવતાં પીઆઇ આર.વાય. રાવલ, પીઆઇ વી. કે. ગઢવી, એએસઆઇ વિજયભાઇ શુકલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ડી. ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ, કોન્સ. હિતેષભાઇ, નિખીલભાઇ, રણછોડભાઇ, હરદેવસિંહ, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને કોનસ. પ્રદિપસિંહે વોરન્ટ બજવણી કામગીરી કરી હતી.

(3:48 pm IST)