Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાષ્ટ્રપતિ કોવિંદ રાજકોટમાં: એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગતઃ ટૂંકુ રોકાણ કરી દિવ જવા રવાના થયા

રાષ્ટ્રપતિ આજે સવારે તેમના પત્ની સાથે રાજકોટ આવી પહોંચતા તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજકોટ એરપોર્ટ પર તેઓ ટૂંકુ રોકાણ કરી દિવ જવા રવાના થયા હતા. તેઓ દિવમાં ૨૮મી સુધી રોકાણ કરવાના છે. દિલ્હીથી ખાસ વિમાનમાં રાજકોટ આવી પહોંચતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં રાષ્ટ્રપતિ અને તેમના પત્નીની લાક્ષણિક તસ્વીર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:16 pm IST)