Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અકસ્માત વળતરના વિવિધ કેસોમાં એક કરોડ ૩પ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. રપ :  અકસ્માત વિવિધ કેસોમાંૈ એક કરોડ પાંત્રીસ લાખનું વળતર ચુકવવા ટ્રીન્યુનલે હુકમ કર્યો હતો.

કેશોદના વેપારી નિકુંજ કાન્તીલાલ કાનાબારનું તા. ૮-૭-ર૦૧૭ના રોજ મેટાડોર હડફેટે કેશોદ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયે જેમાં તેમનું અવસાન થતા તેમના વારસદારો એ જેતપુરની નામ. મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલમાં વળતરનો કેસ કરેલ જે કેસ ચાલી જતા જેતપુરની ટ્રીબ્યુનલએ મેટાડોરની વિમા કાું. ને ગુજરનારના વારસદારોને વળતર ચુકવવા હુકમ કરતા વિમા કાું. એ રૂ. પર,૭પ,૦૦૦ બાવન લાખ પંચોતેર હજાર ગુજરનારનાં વારસદારોને ચુકવવા રકમ જમા કરેલ છે.

તેમજ રાજકોટની ટ્રીબ્યુનલએ પોરબંદરનાં દુલાભાઇ ભીખાભાઇ મેરનુ઼ મોટર સાયકલ તથા કારના અકસ્માતમાં અવસાન થતા ટ્રીબ્યુનલ તરફથી વ્યાજ ખર્ચ સહિત રૂ.રપ,૯૭,૦૦૦/- પચીસ લાખ સતાણુ હજાર કારની વિમા કાું. ને ચુકવવાનો હુકમ થયેલ છે. તેવી જ રીતે ગીર સોમનાથ તાબાનાં દેવળી ગામના શિક્ષક સ્વ. ગોવિંદભાઇ નાથાભાઇ ડોડીયાનું મોટરસાયકલ તથા ટ્રક અકસ્માતમાં અવસાન થઇ જતા રાજકોટની ટ્રીબ્યુનલ તરફથી ટ્રકની વિમા કાું.ને વ્યાજ સહિતની રૂ. પ૬,૩ર,૦૦૦ છપન લાખ બત્રીસ હજાર વળતરની રકમ ચુકવવા હુકમ કરવામાં આવેલ છે. આમ કુલ વિવિધ કેસોમાં એક કરોડ ૩પ લાખનું વળતર ચુકવવાનો ટ્રીબ્યુનલ હુકમ કર્યો હતો.

ઉપરોકત તમામ કેસોમાં અરજદારો વતી રાજકોટના વકીલ એમ.એ. સુરૈયા તથા આસિ. સાંકેત મોરડીયા રોકાયેલા હતા.

(3:01 pm IST)