Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હથિયારો વડે ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના રીમાન્ડ નામંજુર

રાજકોટ, તા. રપ : ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાના ગુન્હામાં આહિર શખ્સને રીમાન્ડ પર લેવાની પોલીસની અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી તા. ૧૯-૧ર-ર૦ર૦ ના રોજ નિલેષ રામજીભાઇ સગપરીયા રહે. બાલાજી હોલ પાછળ, ૧પ૦ ફૂટ રીંગ રોડવાળાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સિધ્ધાર્થ ડાંગર, જયસુખ અરજણભાઇ, એક મીરનો દિકરો વિગેરે આઠ શખ્સો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩ર૩, ૩ર૪, ૩રપ, ૩ર૬, પ૦૪, પ૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એકટની કલમ ૧૩પ (૧) મુજબ ગુન્હા રજી. નં. ૧૧ર૦૮૦૦રર૦ર ૦૬૩/ર૦ર૦ થી ફરીયાદ નોંધાવેલ.

ત્યારબાદ પોલીસે સિધ્ધાર્થ ડાંગરને ૧૦ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરલ.

હાલના આરોપીનો સદરહું કામે કોઇ પ્રથમ દર્શનીય કેસ જણાય આવતો ન હોય માત્ર બીજા આરોપીને પકડવા માટે હાલના આરોપીને રીમાન્ડ પર લઇ શકાય તેમ ન હોય પોલીસની આરોપીને રીમાન્ડ પર લેવાની અરજી કોર્ટે રદ કરી તેની જામીન અરજી સાંભળવા પર મુલત્વી રાખેલ હતી.

ઉપરોકત કામમાં અરજદાર વતી એડવોકેટ અમિત એન.જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થઇમ રોકાયેલ હતા.

(3:01 pm IST)