Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટ જીલ્લામાં જાહેરમાં પતંગો-ઉડાડવા લૂંટવા પર પ્રતિબંધ ચાઇનીઝ દોરા-તુક્કલના વેચાણ-ખરીદ અંગે પણ મનાઇ

એડીશ્નલ કલેકટરનું તા. રપ જાન્યુ. સુધી જાહેરનામું : અધિકારીઓને ચેકીંગના આદેશો

રાજકોટ તા.૨પઃ ડીસેમ્બરઃ- મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પાકા સીન્થેટિક નાયલોન મટીરિયલવાળા દોરાથી પશુ-પંખીઓને થતું નુકસાન અટકાવવા, જાહેર માર્ગો પર કપાયેલા પતંગો અને દોરા મેળવવા માટે વપરાતા લાંબા ઝંડા અને વાંસથી તથા અન્ય વસ્તુઓથી થતી અડચણ નિવારવા તેમજ ચાઇનીઝ તુક્કલ, લેન્ટેન કે ચાઇનીઝ લોન્ચર ગમે ત્યાં પડવાથી જાહેર જનતા, પશુ, પંખી, જાહેર/ખાનગી મિલ્કત અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી. પંડયા દ્વારા નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટની હકુમત હેઠળના વિસ્તાર સીવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇ પણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃત્ત્િ। કરવા, ટેલીફોન કે ઇલેકટ્રીક તાર પર લંગર નાખવા, જાનનું જોખમ હોય તેવા ભયજનક દ્યાબા પર ચડીને પતંગ ઉડાડવા, મોટા અવાજમાં લાઉડ સ્પીક વગાડવા તથા પ્લાસ્ટીક/સિન્થેટીક, ચાઇનીઝ દોર.

  • પતંગ રસિયાઓને કાબુ કેવી રીતે કરાશે તેના ઉપર બધાની નજર

આજથી ક્રિસમસની ઉજવણીનો માહોલ શરૂ થવાનો છે એના માટે ગૃહ વિભાગે માર્ગદર્શિકા બહાર પાડીને પોલીસની સખ્તાઇ સાથે પાલન કરાવવામાં આવશે. પરંતુ જાન્યુઆરીમાં ઉત્ત્।રાયણનો તહેવાર આવી રહ્યો છે આ તહેવારોને લઇ ફરીથી પતંગ બજારમાં ભીડ ઉમટશે અને લોકો ધાબા ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલી પતંગનો મોજ માણવા અત્યારથી થનગની રહ્યા છે એને લઇને આજ હાઇકોર્ટે સમયસર સરકારને સાવચેત કરી છે. હવે સરકાર આ મુદ્દે કેવું વલણ અપનાવે છે એ જોવાનું રહેશે.

(12:54 pm IST)