Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મેરી ક્રિસમસ : ભગવાન ઇશુના જન્મના વધામણા : ચર્ચમાં વિવિધ શણગાર સાથે નાતાલ પર્વની ઉજવણી

રાજકોટ : પ્રેમ અને ભાઇચારાનો સંદેશો આપી જનાર ભગવાન ઇશુનો જન્મ દિવસ ૨૫ મી ડીસેમ્બરના નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે રાજકોટના તમામ ચર્ચમાં અનેરા શણગાર સાથે ઇશુ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. કોરોના પરિસ્થિતી ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરી ઉજવણી કરવામાં આવી હતી. આમ તો રપ મીના રાત્રે આ ખુશીની પળો મનાવાતી હોય છે. પરંતુ રાત્રી કર્ફયુ ધ્યાને લઇ આજે સવારથી જ શહેરના વિવિધ ચર્ચમાં ક્રિશ્ચયન ભાઇ બહેનો દર્શનાર્થે ઉમટી પડયા હતા. દિવસના ભાગે જ ઇશુ જન્મની શુભ ઘડીના વધામણા કરવામાં આવ્યા હતા. બાળ ઇશુના દર્શનનો સૌ કોઇએ લ્હાવો લીધો હતો. ફાધરે પ્રેરક સંદેશ પ્રસરાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ એકબીજાને આલીંગન કરી આ ખુશીના વધામણા કર્યા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:48 am IST)