Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બેભાન હાલતમાં જમનાબેન, બીનાબેન અને ધીરૂભાઇના મોત

ભગવતીપરા, આંબેડકરનગર અને વેલનાથ પાર્કના રહેવાસીઓએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: બેભાન હાલતમાં બે મહિલા સહિત ત્રણના સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા હતાં.

ભગવતીપરા મેઇન રોડ ગાંધી સ્મૃતિ-૫માં રહેતાં બીનાબેન સુદર્શનભાઇ રામાની (ઉ.વ.૫૫) ઘરે બેભાન થતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ બીએસએનએલના નિવૃત કર્મચારી છે.

બીજા બનાવમાં એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતાં જમનાબેન કિશોરભાઇ મુછડીયા (ઉવ.૫૦) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબ મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે.

ત્રીજા બનાવમાં કોઠારીયા ચોકડી વેલનાથ પાર્કમાં રહેતાં ધીરૂભાઇ હીરાભાઇ રૂદાલતા (ઉ.વ.૫૫) ઘરે સવારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇએ બી-ડિવીઝન, માલવીયાનગર અને આજીડેમ પોલીસને જાણ કરી હતી.

માટલાની કેબીને નયનાબેને ફિનાઇલ પી લીધું

નવાગામ રહેતાં નયનાબેન નાથાભાઇ ટાંક (ઉ.વ.૬૦) ૧૫૦ રીંગ રોડ પર ગિરીરાજ હોસ્પિટલ પાસે પોતાની માટલાની કેબીને હતાં ત્યારે ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

ઢોલરીયાનગરના રાજેશ જોષીએ ફિનાઇલ પીધી

કોઠારીયા રોડ ઢોલરીયાનગર-૩માં રહેતાં રાકેશભાઇ શ્રવણભાઇ જોષી (ઉ.વ.૩૩)એ ફિનાઇલ પી લેતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(11:27 am IST)