Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાષ્ટ્રપતિ રાજકોટમાં: ઉષ્માભર્યું સ્વાગતઃ દિવ જવા રવાના

કલેકટર-પોલીસ કમીશ્નર દ્વારા સ્વાગતઃ એરપોર્ટ-હોસ્પીટલ-સરકીટ હાઉસ ખાતે જડબેસલાક બંદોબસ્ત : બપોરે ૧ર.૧પ આગમનઃ ૧ર.૩૦ રવાનાઃ કુલ ૬૦થી વધુનો કાફલોઃ માત્ર ૧૦ મીનીટનું ટુંકુ રોકાણઃ તમામ તંત્રો ઉંધા માથે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાજકોટમાં : કલેકટર - પોલીસ કમિશ્નર દ્વારા સ્વાગત : દીવ જવા રવાના : રાજકોટ : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનું આજે બપોરે રાજકોટ ખાતે આગમન થયુ હતું. રાજકોટમાં ટૂંકુ રોકાણ બાદ તેઓ ત્વરીત દીવ જવા રવાના થઈ ગયા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્નિનું કલેકટર રેમ્યા મોહન તેમજ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડે. કલેકટર શ્રી પરિમલ પંડ્યા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રપતિ કોવિંદજી એરપોર્ટથી સીધા હેલીકોપ્ટર મારફત દીવ જવા રવાના થયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., રપઃ આજે પવિત્ર એકાદશી- ગીતાજયંતી અને નાતાલના ઉષ્માભર્યા તહેવાર વચ્ચે દિલ્હીથી દિવ જઇ રહેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદજી અને તેમના ધર્મપત્ની સવીતાદેવી  તથા અન્ય કાફલો રાજકોટ ટ્રાન્ઝીસ્ટ વીઝીટ અર્થે બપોરે ૧ર.૧પ કલાકે આવી પહોંચતા તેમનું કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું.

રાષ્ટ્રપતિ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને માત્ર ૧૦ મીનીટના ટુંકા રોકાણ બાદ ખાસ ચોપર દ્વારા બપોરે ૧ર.૩૦ કલાકે દિવ જવા રવાના થયા હતા. તેમની સાથે કુલ ૬૦ અધિકારીઓ-ફેમેલી મેમ્બર પણ જોડાયા છે. રાજકોટથી કુલ પ હેલીકોપ્ટર દિવ જવા રવાના થયા હતા.

દિલ્હીથી સુચના મુજબ રાષ્ટ્રપતિના આવકાર માટે કલેકટર શ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશ્નરશ્રીને જ જવા દેવાયા હતા. કોઇ ભાજપ અગ્રણીઓ કે અન્ય અધિકારીઓને મનાઇ ફરમાવાઇ હતી. એરપોર્ટ ખાતે એમ્બ્યુલન્સ- ડોકટરવાન-મેડીકલ સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો.

રાષ્ટ્રપતિની રાજકોટમાં ટુંકી મુલાકાત માટે આવ્યાહોય એરપોર્ટ, સીવીલ હોસ્પીટલ, સરકીટ હાઉસ, ખાનગી હોટલ, હોસ્પીટલ ખાતે તથા એરપોર્ટથી સરકીટ હાઉસ-સીવીલ હોસ્પીટલ ઉપર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્રણ રોડ બ્લોક કરાયા હતા. રાષ્ટ્રપતિ અને કાફલા માટે બ્રેકફાસ્ટ ઓન બોર્ડ હોય એરઇન્ડીયાને આ માટે જવાબદારી સોંપાઇ છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવીંદ તા.રપ થી તા.ર૮ ડીેસેમ્બર સુધી કેન્દ્રશાસીત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે. જે અન્વયે રાષ્ટ્રપતિશ્રી સંક્રાંતી  મુલાકાત માટે ૧પ મીનીટ રાજકોટ એરપોર્ટ પર ટુંકા ઉતરાણ માટે પધાર્યા હતા અને દીવ જવા માટે પ્રસ્થાન કર્યુ હતું.

રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટરશ્રી પી.બી.પંડયા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહીલ અને શ્રી સિધ્ધાર્થ ગઢવી, સંયુકત માહીતી નિયામકશ્રી શરદ બંુબડીયા, એરપોર્ટ ડાયરેકટર શ્રી દિગંત બોરા વગેરે ઉપસ્થિત રહયા હતા.

 

(3:45 pm IST)